તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th May 2025
સુરેન્દ્રનગરના લીંબડીમાં વરસાદે ભ્રષ્ટાચારની પોલ ખોલી દીધી
નવા રેલવે સ્ટેશનમાં સામાન્ય વરસાદમાં પાણી ટપક્યું

સુરેન્દ્રનગર,તા.૨૬
સુરેન્દ્રનગરના લીંબડીમાં વરસાદે ભ્રષ્ટાચારની પોલ ખોલી દીધી છે.
લીંબડી નવા રેલવે સ્ટેશનમાં સામાન્ય વરસાદમાં પાણી ટપકતું જોવા મળ્યું હતું. રેલવે સ્ટેશનની છતમાંથી વરસાદી પાણી ટપકતું દેખાતા ભ્રષ્ટાચાર થયો હોવાની પોલ ખુલી છે. લીંબડી નવા રેલવે સ્ટેશન ૧૦ કરોડથી વધુના ખર્ચે તૈયાર કરાયું છે.રેલવે તંત્ર દ્વારા કરાતા નવિનીકરણના કામોની કરોડો રૃપિયાના ભ્રષ્ટાચારની પ્રથમ વરસાદે પોલ ખોલી દીધી છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના રેલવે સ્ટેશનને અમૃતમ યોજના અંતર્ગત ૧૦ કરોડથી વધુના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે પરંતુ ગત રાત્રે પડેલા સામાન્ય વરસાદે ભ્રષ્ટાચાર થયો હોવાની પોલ ખોલી છે. સામાન્ય વરસાદમાં પણ છતમાંથી પાણી પડતા ભ્રષ્ટાચાર છાપરે ચડીને ચાડી ખાતો લોકો કેમેરામાં કેદ કરતા નજરે પડે છે.હજુ લીંબડીના પુનર્વિકસીત રેલવે સ્ટેશનનું લોકાર્પણ બે દિવસ પહેલા જ મુખ્યમંત્રી પ્રેરક ઉપસ્થિતમાં થયું હતું. જયારે પીએમ વેચ્યુલ ઉપસ્થિતમાં લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. ગઈકાલે રાત્રે વરસાદમાં રેલવે સ્ટેશનની છતમાંથી પાણી પડતા દ્રશ્યો સામે આવ્યા છે તેથી કેવા પ્રકારની કામગીરી થઈ હશે તે આ દૃશ્ય પરથી સમજી શકાય છે અને ભ્રષ્ટાચાર થયો હોવાના સવાલો પણ થઈ રહ્યા છે.
(9:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
