તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Monday, 26th May 2025
અમરેલીના ધારી પોલીસ સ્ટેશન પરથી યુવકે છલાંગ લગાવી આત્મહત્યા કરતા ખળભળાટ
હિમખિડી પરા વિસ્તારનો રહેવાસી મગન પોલીસ સ્ટેશન આવ્યો અને છત પર ચડી ગયો : છત પર ગયા બાદ યુવકે ત્યાંથી સીધી નીચે છલાંગ લગાવી

અમરેલીના ધારી પોલીસ સ્ટેશન પરથી એક યુવકે છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીધી છે. યુવકની આમ પોલીસ સ્ટેશન પરથી છલાંગ લગાવી આત્મહત્યા કરતા ખળભળાટ થઈ ગયો છે. મળતી માહિતી અનુસાર આત્મહત્યા કરનાર યુવક હિમખિમડી પરા વિસ્તારનો રહેવાસી હતો. તેનું નામ મગનભાઈ પ્રેમજીભાઈ થળેસા હતું.
ધારીના પોલીસ સ્ટેશન પર હિમખિડી પર વિસ્તારનો રહેવાસી મગન પોલીસ સ્ટેશન આવ્યો અને છત પર ચડી ગયો હતો. છત પર ગયા બાદ યુવકે ત્યાંથી સીધી નીચે છલાંગ લગાવી હતી. નીચે છલાંગ લગાવતા યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. ત્યાર બાદ યુવકને PCR વાનમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.
ધારી પોલીસ સ્ટેશન પરથી છલાંગ લગાવ્યા બાદ યુવકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું. યુવકે પોલીસ સ્ટેશન પરથી છલાંગ લગાવી આત્મહત્યા કરતા પોલીસે પણ આત્મહત્યાનું કારણ જાણવા કવાયત ધરી છે.
(7:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
