<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

પૂ. જેન્‍તિરામબાપા મુંબઇમાં: સેવકો દ્વારા ઉષ્‍માભેર સ્‍વાગતઃ ૧પ દિવસ સુધી સત્‍સંગના કાર્યક્રમો

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૬ :.. જામજોધપુર નજીક આવેલ ધુનડા સંતપુરણધામ આશ્રમના સંત પૂ. જેન્‍તિરામ બાપાની મુંબઇમાં પધરામણી થતા તેઓનું એરપોર્ટ ખાતે જયંતિભાઇ એમ. મિષાી, સતિષ પરમાર વગેરેએ ફુલહાર પહેરાવી ઉષ્‍માભેર સ્‍વાગત કર્યુ હતું. પૂ. બાપા આજથી ૧પ દિવસ સુધી  જયંતિભાઇ મિત્રીના નિવાસ સ્‍થાન બી.-પ૦ર દ્રષ્‍ટિ સેફાયર પ-મે માળે ૧૮પ પંતનનગર ડો. એ. એસ. ગાવડે માર્ગ ઘાટકોપર (પૂર્વ) મુંબઇ ખાતે રોકાણ કરશે. દરરોજ સવારે ૧૦ થી ૧ અને સાંજે પ થી ૮ ભકતો અને સત્‍સંગીઓને મુલાકાત આપશે. અને રાત્રે ૯ થી ૧૧ સત્‍સંગ આપશે. વધુ માહિતી માટે મો. ૯૮૬૯૧ ૭ર૯૬૪ અથવા ૯૮ર૭પ ૪૧૦પપ ઉપર સંપર્ક સાધવા જણાવ્‍યું છે

(1:46 PM IST)