તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 23rd May 2025
યાત્રાધામ વીરપુરમાં રાત્રે કલાકો સુધી વીજળી ગુલથી યાત્રાળુઓ અકળાયા
વીજપોલ પર સળગતા વીજ તણખલાનો ખરતો વિડીઓ સોસિયલ મીડીયામાં વાઇરલ

(કિશન મોરબીઆ દ્વારા) વીરપુર,તા.૨૩: સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગે કરેલ આગાહીના પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેમને લઈને જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં પણ સવારથી જ અસહ્ય ગરમી અને બફારા વચ્ચે સાંજના સમયે ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો ત્યારે યાત્રાધામ વિરપુરમાં સાંજના સમયે જ વીજળી ગુલ થઈ ગઈ હતી, વીરપુરના અનેક વિસ્તારોમાં વીજ વાયરો વળક્ષઓ કે વળક્ષઓની ડાળીઓ સાથે અડકે છે જેનમે લઈને માત્ર થોડા વરસાદમાં પણ વારંવાર યાત્રાધામમાં વીજળી ગુલ થઈ જાય છે, ત્યારે રાત્રીના સમયે એક વીજપોલ પર સળગતા વીજ તણખલાનો વીડિયો સોસિયલ મીડિયામાં વાઇરલ થયો હતો,જેમને લઈને કમોસમી વરસાદે પીજીવીસીએલની કામગીરીની પોલ ખોલી નાખી હતી, અને વિજપોલ પાસેથી પસાર થતા લોકોના જીવ પણ જોખમમાં મુકાયા હતા.
સાંજના સમયે પડલે વરસાદને પગલે વીરપુરમાં કલાકો સુધી વીજળી ગુલ થઈ જતા યાત્રાધામમાં અંધારપટ છવાયો હતો, જેમને કારણે વીરપુર પૂજ્ય જલારામ બાપાના દર્શને આવેલા યાત્રાળું જે રાત્રી રોકાણ માટે વીરપુર રોકાયે હતા તેમજ ગ્રામજનો પણ હેરાન પરેશાન થયા હતા,વીજ પુરવઠો ખોરવાતા મોબાઈલ નેટવર્ક પણ ખોરવાતા વીરપુરના લોકો જાણે રાત્રે સંપર્ક વિહોણા થઈ ગયા હતા,એક તરફ અસહ્ય ગરમી અને બફારો અને બીજી તરફ કલાકો સુધી વીજળી ખોરવાતા લોકો અને યાત્રાળુઓ અને ખાસ કરીને નાના બાળકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા,જ્યારે આ બાબતે લોકોએ પીજીવીસીએલના કમ્પ્લેન નંબર પર કમ્પ્લેન કોલનો મારો ચલાવ્યો હતો પરંતુ પીજીવીસીએલના કર્મચારીઓના ફોન સ્વીચ ઓફ આવતા લોકોમાં રોષ ફેલાયો હતો, જ્યારે રાજકોટ જિલ્લાનું મોટું ગામ અને એ પણ વિખ્યાત યાત્રાધામ હોવાથી પીજીવીસીએલ ના ફોલ્ટ રીપેરીંગ માટે માત્ર એક જ કર્મચારી હોવાથી લોકોને રાતભર મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો હતો, જગ વિખ્યાત યાત્રાધામ વીરપુરમાં વારંવાર વીજ પુરવઠો ખોરવતા લોકોએ સત્વરે વીજ સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવે અને પીજીવીસીએલના પૂરતા કર્મચારીઓ નિમણૂક કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી.
સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામમાં અવારનવાર વીજ સમસ્યાઓ સર્જાય છે ત્યારે વીરપુર ગ્રામજનોના જણાવ્યા મુજબ વીરપુરમાં કેટલાક એરિયામાં અન્ડર ગ્રાઉન્ડ કેબલ વાયરિંગ કરાયા છે જે કોઈપણ પ્રકારના સર્વે વગર જ કેબલો ફિટ કરાયા છે આ અન્ડર ગ્રાઉન્ડ કેબલોમાં થોડા જ વરસાદમાં અન્ડર ગ્રાઉન્ડ કેબલ ફાયરના અવારનવાર બનાવો બને છે જેમને લઈને કલાકો સુધી વીજળી ગુલ થઈ જાય છે જ્યારે બીજી બાજુ વીરપુરના સરકારી હોસ્પિટલ પાસે જ બે વીજ ટ્રાન્સફોર્મર અને ઇલેવન કેવી લાઇન પસાર થાય છે,સરકારી હોસ્પિટલના વળક્ષઓની ડાળીઓ માં આ ઇલેવન કેવી વીજ વાયરો અડકે છે જેમને લઈને વિજતાર એકબીજા તાર સાથે અડકે છે ત્યારે વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ છે, જેમને લઈને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓને પણ પોતાના જીવ જોખમાય છે ત્યારે લોકોએ અનેકવાર રજુઆતો કરતા તંત્ર જાણી જોઈને આંખ આડા કાન કરતા હોય તેવું સામે આવ્યું છે ત્યારે યાત્રાધામ વીરપુરમાં અન્ડર ગ્રાઉન્ડ કેબના ફાયરથી કોઈ યાત્રાળુંઓ કે લોકોના જીવ જોખમાય તે પહેલાં તપાસ કરે તેવી લોકોમાં પ્રબળ માંગ ઉઠી છે.(૪૦.૨૪)
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
