News of Friday, 23rd May 2025
પાટણવાવ ગામે સરકારી પડતર જમીનમાં બનેલ ધર્મસ્થાન દૂર કરાયુ

ધોરાજી તા.૨૩: તાલુકાના પાટણવાવ ગામે સરકારી પડતરના સર્વે નંબર ૨૩/૧ પૈકી ૧ માં અંદાજિત ૩૦૦૦ ચો.મી. માં બનેલ ગેરકાયદેસર ધાર્મિક દબાણ ડેપ્યુટી કલેક્ટર/ મામલતદાર ધોરાજીએ દૂર કરી દીધેલ છે.
વહેલી સવારે ૦૬:૪૦ કલાકે ધોરાજી ડેપ્યુટી કલેક્ટર નાગાર્જુન તરખલા તેમજ મામલતદાર આર કે પંચાલ તેમની ટીમ દ્વારા પાટણવાવ ગામે સરકારી જમીન ઉપર ધાર્મિક મંદિર બનાવતા જે બાબતે સર્વે કરતા દબાણ હોય જેથી દબાણ દૂર કરવામાં આવેલું હતું. આ દબાણ દૂર કરેલ છે. આશરે ૧૯ લાખની સરકારી પડતર જમીન ખુલ્લી કરવામાં આવેલ છે.
ધાર્મિક દબાણ બાબતે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ તથા ૨૦૧૦ના જાહેર રસ્તાઓ તથા જાહેર જગ્યાઓ પરના ધાર્મિક દબાણ અન્વયેના પૈકી આ દબાણ દૂર કરવામાં આવેલ છે. આ દબાણ માટે સિવિલ કોર્ટ,ધોરાજી ત્યારબાદ એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ,ધોરાજી આ બંને કોર્ટમાંથી મનાઈ હુકમ ના મળતા અને વધુમાં તાલુકા સ્વાગતમાં પણ આ બાબતે દબાણ અરજી આવતાં આ દબાણ દૂર કરવામાં આવેલ છે. તેમ મામલતદાર આર.કે પંચાલ એ જણાવેલું હતું. (તસવીરઃ કિશોર રાઠોડ)
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
