તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 21st May 2025
જામીન ઉપર છૂટેલા ગોંડલના વકીલ દિનેશ પાતરની તબીયત લથડતા હોસ્પીટલમાં દાખલ
એક પછી એક ખોટા ગુન્હામાં પોલીસ ફિટ કરી રહી છે... : બન્ની ગજેરાની મદદગારીમાં પકડાયેલ પિયુષ રાદડીયાની તબીયત લથડતા રાજકોટ હોસ્પીટલમાં ખસેડાયો

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ર૧ :.. ગોંડલ નાં જાહેર જીવન નાં આગેવાનો તથા તેના પરીવાર વિષે અભદ્ર ટિપ્પણીઓ કરતો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ કરનાર બન્ની ગજેરા તથા પિયુષ રાદડીયાની મદદગારી માં ગોંડલ તાલુકા પોલીસ બાદ સુલતાનપુર પોલીસે પકડેલા એડવોકેટ દિનેશભાઈ પાતર જામીન મુક્ત થયા બાદ તેની તબિયત લથડતા પોલીસે ગોંડલ સિવિલ હોસ્પિટલ માં ખસેડ્યા હતા.
બનાવની જાણ થતા મેઘવાળ સમાજ નાં યુવાનો નાં ટોળા દિનેશભાઈ નાં સમર્થન માં હોસ્પિટલ માં એકઠા થયા હતા.અને દિનેશભાઈ પાતર ને પોલીસ ખોટી રીતે ફીટ કરતી હોવાનાં આક્ષેપ સાથે ઉગ્રતા વ્યાપી હતી.એક તબ્બકે પોલીસ ને હોસ્પિટલ માં નહી આવવા નું કહી આક્રોશ જતાવ્યો હતો.અને વાતાવરણ તંગ બન્યુ હતુ. હોસ્પિટલ નાં બિછાને થી દિનેશભાઈ પાતરે જીલ્લા પોલીસ વડા સામે આક્ષેપ કરી એક પછી એક પછી ગુન્હામાં ખોટી રીતે ફીટ કરી રહ્યાનુ જણાવ્યુ હતુ.
રાજકુમાર જાટ નાં સીસી ફુટેજ જીલ્લા પોલીસ વડા પાસેછે.જે જયરાજસિહ તથા ગણેશ નાં છે.આ અંગે હું જાહેરમાં બોલ્યો એટલે મને ખોટીરીતે ફીટ કરાઇ રહ્યોછે.હું મારા ક્લાયન્ટ ને મળવા ગયો હતો અને મને ગુનેગાર બનાવી દેવાયો છે.પોલીસ મને ત્રાસ આપી રહીછે.લોકઅપ માં ગોંધી રાખેછે.મારી કોઈ સલામતી નથી.
સિવિલ હોસ્પિટલ માં તબીબી સ્ટાફે દિનેશભાઈ પાતર ની સઘન સારવાર શરુ કરી હતી.બાદ માં વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા. તેમજ ગોંડલ નાં જાહેર જીવન નાં આગેવાનો અને તેના પરિવાર ની મહીલાઓ અંગે અભદ્ર ટિપ્પણીઓ અને વાણીવિલાસ સાથે સોશ્યલ મીડીયામાં વિડીયો વાયરલ કરનાર બન્ની ગજેરા સામે સુલતાનપુર પોલીસ માં ફરિયાદ થતા તેની મદદગારી કરવાનાં ગુન્હામાં પિયુષ રાદડીયાની પણ ધરપકડ કરાઇ હતી. અને પોલીસ સ્ટેશન માં તબીયત લથડતા સિવિલ હોસ્પિટલ માં લવાયો હતો.ત્યાં પિયુષ બેભાન થઇ જતા તેને પોલીસ જાપ્તા વચ્ચે રાજકોટ ખાનગી હોસ્પિટલ માં ખસેડાયો છે.
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
