તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 13th May 2025
પી.જી.પટેલ કોલેજના વિધાર્થીએ બરોડા ખાતે યોજાયેલ ખેલ મહાકુંભ ૩.૦ માં કાસ્યચંદ્રક જીત્યો.
રેપિડ ફાયર પિસ્તોલ ઇવેન્ટમાં કાસ્ય ચંદ્રક જીતીને પોતાના પરીવાર, પી.જી.પટેલ કોલેજ અને સમગ્ર મોરબી જીલ્લાનું ગૌરવ વધાર્યું

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : શિક્ષણની સાથે રમત-ગમત ક્ષેત્રે પણ મોખરે રહેતી મોરબીની પી.જી.પટેલ કોલેજના વિધાર્થી રૂપાલા વાસુ રમેશભાઈ એ બરોડા ખાતે ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ ૩.૦ માં ઓપન એજ મેન્સ કેટગરીમાં ૦.૨૨ રેપીડ ફાયર પિસ્તોલ ઇવેન્ટમાં કાસ્ય ચંદ્રક જીતીને પોતાના પરીવાર, પી.જી.પટેલ કોલેજ અને સમગ્ર મોરબી જીલ્લાનું ગૌરવ વધાર્યું છે.
અત્રે ખાસ ઉલ્લેખનીય છેકે પી.જી.પટેલ કોલેજના વિધાર્થી રૂપાલા વાસુ રમેશભાઈ થોડા સમય પહેલા પણ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી આયોજિત આંતર કોલેજ ઓપન એર પિસ્તોલ ૧૦ મીટર સ્પર્ધામાં પણ યુનિવર્સીટી કક્ષાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. વિધાર્થીની આ અદકેરી સફળતા માટે પી.જી.પટેલ કોલેજના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા, આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટ તથા સમગ્ર સ્ટાફ પરિવાર દ્વારા ખુબ ખુબ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
રૂપાલા વાસુએ અગ્રણી ઉદ્યોગપતિ, અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા, લાયન્સ કલબના પૂર્વ ગવર્નર તરીકે સેવારત રહી ચુકેલા પાટીદાર અગ્રણી રમેશભાઈ રૂપાલાના સુપુત્ર છે.
(12:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
