તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 12th May 2025
ભારત-પાક યુધ્ધ પુરૂં થયું!
વર્તમાન સ્થિતિ માટે આમ કહેવું એ..અવાસ્તવિક ગણાશે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૧રઃ પહલગામ આતંકી ઘટના બાદ ૧૪ દિવસ પુરા થયે ભારત દ્વારા પાક ધરતી પર આતંકી ઠેકાણાઓ પર કાર્યવાહી કરાઇ. બાદમાં બન્ને દેશો વચ્ચે યુધ્ધ જેવી સ્થિતિમાં વધુ તિવ્રતા જોવા મળી. માત્ર ચાર દિવસની આ તિવ્રતા બાદ ‘સીઝ ફાયર માટે બન્ને દેશોના નેતાઓ સહમત છે' એવી અમેરીકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની જાહેરાતને બન્ને દેશોએ શિરોમાન્ય ગણી યુધ્ધની તિવ્રતાને રોકી અથવા ઘટાડી. જો કે સીઝ ફાયરનું ઉલ્લંઘન તો દુશ્મન દેશ દ્વારા અમલમાં આવતા યુધ્ધની ફલશ્રુતિ શંકાના દાયરામાં સમાઇ છે. જે મુદ્દે યુધ્ધ છેડાયું તે અંગેની બન્ને દેશો વચ્ચે ચર્ચાઓ તો હવે પછી આવનારા દિવસોમાં થશે ત્યારે હાલ ભારત-પાક યુધ્ધ પુરૂં થયું છે એમ કહેવું અવાસ્તવિક અને છેતરામણું ગણાશે. વાસ્તવિકતા એ છે કે ભારત-પાક વચ્ચે સ્થિતિ સામાન્ય-પૂર્વવત થઇ નથી અને કયારે થશે એ હાલ નિヘતિ ન કહી શકાય. (૭.૧૩)
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
