તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 12th May 2025
વાંકાનેર વઘાસીયા ટોલનાકા પાસે ટ્રકે બાઇકને ઉલાળતા નાની-ભાણેજનું મોત
માટેલ દર્શન કરી રાજકોટ પરત ફરતા'તા ને કાળ ભેટી ગયોઃ પરિવારમાં અરેરાટી

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૧ર :.. વઘાસીયા ટોલનાકા પાસે માટેલ મંદિર ખાતેથી દર્શન કરી રાજકોટ તરફ જતા એક એક્સેસ મોપેડને ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટ લેતા બાઇક ચાલક ૧૭ વર્ષિય તરૂણ અને ૭૦ વર્ષિય વળદ્ધાનું મોત થયું હતું.
આ બનાવની મળેલ માહિતી મુજબ વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસે માટેલ મંદિરે દર્શન કરી રાજકોટ પરત ફરતાં એક્સેસ મોપેડ નં. જીજે- ૨૫ એએફ.- ૪૫૧૩ ને પૂર ઝડપે આવતા ટ્રક ટ્રેલર નં. આરજી ૧૪ જીએલ- ૮૯૮૧ના ચાલાકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, આ અકસ્માતમાં બાઇક ચાલક રિક્કીભાઈ દિપકભાઈ કવા (ઉ.વ. ૧૭) અને ગુલાબબેન રમેશભાઈ પરમાર (ઉ.વ. ૭૦) ને ગંભીર ઈજાઓ પહોંચતાં બંનેના મોત થયાં હતા, જેથી આ બનાવમાં મળતક તરૂણના મામા અને વળદ્ધાના પુત્ર પુર્વેશભાઈ પરમારએ ટ્રક ટ્રેલરના ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. (પ-૧પ)
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
