તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 12th May 2025
જુનાગઢનો શખ્સ ચાર ચોરાઉ મોબાઇલ સાથે ઝબ્બે

જુનાગઢ, તા. ૧ર : એ.ડિવી. પો.સ્ટે. વિસ્તારના જી.એમ.ઇ.આર.એસ. હોસ્પીટલના ચોથા માળે વોર્ડ નં.૪૦૧ ની સામે ખુલ્લી લોબીમાંથી ફરી. પીયુષભાઈ પ્રતાપભાઇ મેરનો રીયલમી કંપનીનો મોબાઇલ કિ.રૂ. ૯૫૦૦/- ની કોઈ અજાણ્યો ઇસમ (રહે. જુની તાર ઓફિસ પાસે) ચોરી કરી લઈ ગયેલ હોય અને હાલ ફરીદ ઉર્ફે વાસળી ફારુકશા માંડવી વિસ્તાર બાજુ આટાફેરા મારે છે. જે હકીકત આધારે તપાસ કરતા આરોપી ચોરીમાં ગયેલ મોબાઇલ સાથે મળી આવેલ તથા આરોપીની અંગઝડતી અન્ય-૦૩ મોબાઇલ મળી આવેલ અને આ કામેના વણશોધાયેલા ગુન્હો ડીટેકટ કરેલ અને આ કામેની આગળની તપાસ પો.સ.ઇ. પી.કે.ગઢવી ે ચલાવી રહેલ છે.
એ.ડીવી.પો.સ્ટે.ના પો.ઇન્સ આર કે પરમાર તથા પો.સબ.ઇન્સ વાય.એન.સોલંકી તથા પો.સબ.ઇન્સ પી.કે.ગઢવી તથા એ.એસ.આઇ.બી. એ.રવૈયા તથા એ.એસ.આઇ. પંકજભાઈ સાગઠીયા તથા પો.હેડ.કોન્સ ટી.બી.સિંધવ તથા પો.કોન્સ કલ્પેશભાઇ ચાવડા તથા વિક્રમભાઇ પરમાર તથા જીગ્નેશભાઇ શુકલ તથા વિક્રમભાઇ છેલાણા તથા જયેશભાઈ કરમટા તથા નીતીનભાઈ હીરાણી તથા નરેશભાઈ બાલસ તથા અજયસિહ મહીપતસિહ તથા જુવાનભાઇ લાખણોત્રા નાઓએ સાથે રહી આ કામગીરી કરેલ.
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
