તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 12th May 2025
સુરેન્દ્રનગર અંધ વિદ્યાલય રોડ પર માવઠામાં રસ્તા પાણી-પાણી

વઢવાણ, તા.૧૨: સુરેન્દ્રનગર મહાનગરપાલીકાના છેવાડાના વિસ્તારોમાં દર ચોમાસે પાણી ભરાવાની સમસ્યા રહે છે. સામાન્ય વરસાદમાં શહેરના મુખ્ય રસ્તાઓ પર ચીક્કાર પાણી ભરાઈ જાય છે. જેને લીધે વાહનચાલકો પરેશાન થઈ જાય છે. ત્યારે શહેરના નવા જંકશન વિસ્તારમાં અંધ વિદ્યાલયથી આકાશ વિદ્યાલય તરફ જવાના રસ્તે ૨ દિવસમાં શહેરમાં વરસાદ ન પડયો હોવા છતાં રસ્તા પર પાણી ભરાયા છે. જેને લીધે આ વિસ્તારના રહીશોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે.
આ અંગે રહીશોએ જણાવ્યુ કે, દર વર્ષે ચોમાસામાં આ સ્થીતી ઉભી થાય છે. પરંતુ તંત્ર કાંઈ પગલા ભરતુ નથી. ચોમાસામાં ભારે વરસાદથી તો અમારા ઘરમાં પાણી ઘુસી જાય છે. અને ધીમે ધીમે ઘરના પાયામાં પણ પાણી ઉતરે છે. આ વિસ્તારની આસપાસના વિસ્તારોમાં રોડ ઉંચા થઈ જવાથી આ સમસ્યા દર વર્ષે સર્જાય છે. આ ઉપરાંત ભુગર્ભ ગટરો પણ ચોકઅપ થઈ જાય છે. રસ્તા પરના ગટરના ઢાંકણા ખોલવા છતાં પાણીનો નીકાલ થતો નથી. ત્યારે હવે સંયુકત પાલીકામાંથી મનપા બની છે. આવા સમયે આગામી ચોમાસા પહેલા નક્કર કાર્યવાહી થાય તેવી અમારી માંગણી છે.
(10:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
