તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 12th May 2025
થાનગઢના અભેપર ગામની સીમમાં સફેદ માટીનું ગેરકાયદે ખનન પકડાયું

વઢવાણઃ થાનગઢના અભેપરની સીમમા મોટાપાયે સફેદમાટીનુ ખનન કરતા સ્થળે ચોટીલા ડેપ્યુટી કલેકટર એચ.ટી. મકવાણા, થાન મામલતદાર શહીતની ટીમે કલેકટર રાજેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રેડ કરી હતી. રેડ દરમ્યાન સફેદ માટીનુ ખનન કરતુ જે.સી.બી. એક ટ્રેકટર, ડમ્પર શહીત બે બાઇક મળી કુલ ૧.૨૫ કરોડ રૂપીયાની કીમતનો મુદમાલ જપ્ત કર્યો હતો. બીજી તરફ આ ખોદકામ ઘુઘાભાઇ મોહનભાઇ સોલંકી રહે. અભેપર, ગોબરભાઇ વાઘાભાઇ કોળી રહે. સોનગઢ, ગોપાલભાઇ ઘુઘાભાઇ રહે. અભેપર અને મહેશભાઇ ખમાભાઇ કોળી રહે. અમરાપર વાળા કરતા હોવાનુ સામે આવ્યુ હતુ. જેથી ડેપ્યુટી કલેકટર દ્વારા આ ચારેય શખ્સો સામે માપણી કરી દંડ અને સરકારી જમીનમા મંજૂરી વગર ખોદકામ કર્યુ હોવાથી લેન્ડ ગ્રેબીંગની પણ કાર્યવાહી હાથ ધરાઇ છે. આમ તંત્ર દ્વારા સતત સકંજો કસાતો હોવાથી પંથકના ખનીજ માફીયામાં ભારે દોડધામ મચી ગઇ છે.
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
