News of Sunday, 11th May 2025
દ્વારકાના કલ્યાણપુરમાં ભારે પવન સાથે ધોધમાર પોણા 3 ઈંચ ધોધમાર વરસાદ
ભારે વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા: ખેતરો પણ બેટમાં ફેરવાતા ઉભો પાક પલળી ગયો

આજે વહેલી સવારથી જ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું રહ્યું હતુ. જો કે બપોરે 12 વાગ્યા પછી ઠંડા પવન ફૂંકાવા સાથે ઝરમર વરસાદ શરૂ થયો હતો. જ્યારે 2 વાગ્યા બાદ વરસાદે જોર પકડ્યું હતુ.
આજે વહેલી સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધીના 12 કલાક દરમિયાન રાજ્યના 19 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે. જે પૈકી દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં સૌથી વધુ 72 મિ.મી (2.8 ઈંચ) વરસાદ વરસ્યો છે. કલ્યાણપુરમાં પોણા 3 ઈંચ વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. ખેતરો પણ બેટમાં ફેરવાતા ઉભો પાક પલળી ગયો છે અને ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
(8:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
