<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th May 2025

જૂનાગઢ હેમાબેન આચાર્યની અંતિમ યાત્રામાં ભાજપના નેતાઓ,આગેવાનો જોડાયા :શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

( વિનુ જોશી દ્વારા ) જૂનાગઢ :જૂનાગઢ જનસંઘ અને ભાજપના સ્થાપક સભ્ય સ્વ, સુર્યકાંતભાઈ આચાર્ય ( પૂર્વ સાંસદ રાજ્યસભા )ના ધર્મપત્ની ગુજરાત રાજ્યના પૂર્વ આરોગ્યમંત્રી હેમાબેન આચાર્ય ( ઉ,વ,95 )નું અવસાન થતા તેમના પાર્થિવદેહને અંતિમ દર્શનાર્થે મુકવામાં આવેલ અને સાંજે તેમના નિવાસસ્થાન આસ્થા એપાર્ટમેન્ટ જલારામ સોસાયટી ખાતે ભાજપના આગેવાનો સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા.મેયર ધર્મેશ પોશીયા,ડે ,મેયર આકાશ કટારા .ગુજરાત ખેતી બેન્કના ચેરમેન ડોલરભાઈ કોટેચા,દિલીપભાઈ સંઘાણી ,ડો, ડી.પી.,ચીખલીયા ભરત ગાજીપરા.અશોકભટ્ટ, માજી ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ,ભીખાભાઇ જોશી મનન અભાણી ,તેમજ અકિલા પરિવારના મોટાબેન  અને મહિલા ક્રાંતિના તંત્રી તથા જૂનાગઢ મહિલા અગ્રણી મીનાબેન ચગ સહિતનાએ હેમાબેનને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા

  બાદમાં અંતિમ યાત્રામાં હેમાબેનના પુત્ર ધ્રુવકુમાર ભાવનાબેન મેહુલકુમાર નાલંદાબેન શિવરાજભાઈ તેમજ મહેશભાઈ સુરેશભાઈ સુધાબેન સહિતનાએ અંતિમ યાત્રામાં જોડાઈ કાંધ આપી હતી

 ભાજપના કાર્યકર્તાઓ આગેવાનો તેમજ સર્વપક્ષીય આગેવાનો અંતિમ યાત્રામાં જોડાયા હતા અને હેમાબેનને ભાવભીની અંતિમ વિદાય આપી હતી ( તસ્વીર મુકેશ વાઘેલા -જૂનાગઢ )

 

(7:25 PM IST)