<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th May 2025

કચ્છમાં પરિસ્થિતિ અનુસાર બ્લેકઆઉટનો નિર્ણય લેવાશે : આજે જનજીવન સામાન્ય : લોકોને સતર્ક રહેવા તંત્રની અપીલ

હાલ કચ્છમાં કોઈ બ્લેકઆઉટ નહીં : પરંતુ ભવિષ્યમાં જરૂર પડ્યે અમલ કરાશે : તંત્ર સંપૂર્ણપણે એલર્ટ

વિનોદ ગાલા દ્વારા, ભુજ, તા. ૧૧ મે: ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે. તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલની સ્થિતિને જોતાં કચ્છમાં તાત્કાલિક કોઈ બ્લેકઆઉટનો નિર્ણય લેવામાં આવ્યો નથી અને આજે જિલ્લામાં સામાન્ય જનજીવન યથાવત રહ્યું હતું.
જો કે, તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યમાં પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારનો બદલાવ આવે અને જો જરૂરી જણાય તો બ્લેકઆઉટનો નિર્ણય લેવામાં આવી શકે છે. આથી, જિલ્લાના તમામ લોકોને સતર્ક અને સજાગ રહેવા માટે અપીલ કરવામાં આવી છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવા અને માત્ર અધિકૃત માહિતી પર જ વિશ્વાસ રાખવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે. તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને કોઈપણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે એલર્ટ છે. નાગરિકોને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા પણ જણાવાયું છે.

 

(7:13 PM IST)