News of Sunday, 11th May 2025
જામનગરમાં આજે બ્લેકઆઉટ નહીં : પરિસ્થિતિ બગડ્યે તાત્કાલિક અમલ કરાશે : જિલ્લામાં બપોર સુધીમાં લાલપુર અને જામજોધપુરમાં નોંધપાત્ર વરસાદ
આજે લાલપુરમાં ૨૫ મીમી અને જામજોધપુરમાં ૩૬ મીમી વરસાદ : ધ્રોલમાં હળવા છાંટા

મુકુંદ બદીયાણી, જામનગર : જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આજે જિલ્લામાં કોઈ બ્લેકઆઉટ નથી. જો કે, આગામી સમયમાં જો કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાય તો તાત્કાલિક બ્લેકઆઉટ લાગુ કરવામાં આવી શકે છે.
જિલ્લામાં આજે, તા. ૧૧/૦૫/૨૦૨૫ ના રોજ બપોરે ૦૪:૦૦ વાગ્યા સુધીમાં નોંધાયેલા વરસાદના આંકડા મુજબ, લાલપુર તાલુકામાં સૌથી વધુ ૨૫ મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે જામજોધપુરમાં ૩૬ મીમી વરસાદ પડ્યો છે. ધ્રોલ તાલુકામાં માત્ર ૫ મીમી જેટલો હળવો વરસાદ નોંધાયો છે. અન્ય તાલુકાઓમાં વરસાદના કોઈ નોંધપાત્ર સમાચાર નથી.
જિલ્લા વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને નાગરિકોને કોઈપણ નવી સૂચનાઓ માટે તૈયાર રહેવા અનુરોધ કરે છે. હાલમાં જામનગરમાં જનજીવન સામાન્ય છે.
(5:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
