<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th May 2025

પાકિસ્તાન સાથે યુદ્ધની સ્થિતિને પગલે અધિકારીઓએ નવલખી પોર્ટની મુલાકાત લીધી.

પ્રભારી સચિવ ડો. મનીષા ચંદ્રા, કલેકટર, ડીડીઓ, એસપી સહિતના અધિકારીઓએ નવલખી બંદરની મુલાકાત લીધી હતી જ્યાં સલામતી વ્યવસ્થાની સમીક્ષા કરી હતી

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદુર લોન્ચ કરી પાકિસ્તાનને જવાબ આપ્યો છે અને બંને દેશ વચ્ચે તણાવ વધી રહ્યો છે ત્યારે મોરબી જીલ્લાના નવલખી બંદરની અધિકારીઓએ મુલાકાત લઈને સલામતી વ્યવસ્થાની સમીક્ષા કરી હતી

પાકિસ્તાન સાથે યુદ્ધ જેવી સ્થિતિ નિર્માણ પામી છે બંને દેશો સામસામે કાર્યવાહી કરી રહ્યા છે ત્યારે મોરબી જીલ્લામાં માળિયા તાલુકાનું નવલખી બંદર સેન્સીટીવ દરિયાઈ વિસ્તારમાં આવતું હોવાથી આજે પ્રભારી સચિવ ડો. મનીષા ચંદ્રા, કલેકટર, ડીડીઓ, એસપી સહિતના અધિકારીઓએ નવલખી બંદરની મુલાકાત લીધી હતી જ્યાં સલામતી વ્યવસ્થાની સમીક્ષા કરી હતી


 

(8:57 PM IST)