તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 8th May 2025
જસદણના ડૉ. ડી.કે. રામાણીને ગર્ભ પરીક્ષણ કાયદા ભંગ બદલ ૧૮ માસની સજા અને ૨૫ હજારનો દંડ
૨૦૧૩માં સોનોગ્રાફી મશીન સીલ કરાયું હતું : લાંબી કાનૂની કાર્યવાહી બાદ કોર્ટનો ચુકાદો

રાજકોટ: રાજકોટ જિલ્લાના જસદણ ખાતે રામાણી સર્જીકલ હોસ્પિટલના ડૉક્ટર ડી.કે. રામાણીને પ્રી-કન્સેપ્શન એન્ડ પ્રી-નેટલ ડાયગ્નોસ્ટિક ટેકનીક્સ (પી.સી.એન્ડ પી.એન.ડી.ટી.) એક્ટ હેઠળના કેસમાં કોર્ટે ૧૮ માસની સજા અને ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ કાર્યવાહી ૧૩ ડિસેમ્બર, ૨૦૧૩ના રોજ પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. એક્ટના ભંગ બદલ રામાણી સર્જીકલ હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યા બાદ કરવામાં આવી છે.
જિલ્લા એપ્રોપ્રિએટ ઓથોરિટી પી.એન.ડી.ટી. એક્ટ - ૧૯૯૪ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી રાજકોટ દ્વારા જાહેર કરવામાં આવેલી એક અખબારી યાદી અનુસાર, ૧૩/૧૨/૨૦૧૩ના રોજ તત્કાલીન સબ ડિસ્ટ્રકટ એપ્રોપ્રિએટ ઓથોરિટી ડૉ. એસે.એસ. શ્રીવાસ્તવ અને તાલુકા હેલ્થ ઓફિસરે સ્થળ મુલાકાત લીધી હતી. સાક્ષીઓની હાજરીમાં રામાણી સર્જીકલ હોસ્પિટલમાં પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ હેઠળના ભંગ બદલ કાર્યવાહી કરીને સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું હતું. આ કેસ અંગે ત્યારથી કોર્ટમાં કાનૂની કાર્યવાહી ચાલી રહી હતી. અંતે, કોર્ટે આરોપી ડૉ. ડી.કે. રામાણી, રામાણી સર્જીકલ હોસ્પિટલ, ગાયત્રી મંદિર સામે, આટકોટ રોડ, જસદણને ૧૮ મહિનાની સજા અને ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
(8:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
