તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 8th May 2025
પોરબંદર : દરિયામાં કોઈ પ્રકારની સંદિગ્ધ ગતિવિધિઓ જણાય તો તાત્કાલિક સુરક્ષા એજન્સીઓનો સંપર્ક સાધે
ભારત-પાકિસ્તાનની યુદ્ધની સ્થિતિ વચ્ચે પોરબંદર બોટ એસોસિએશન અને પોરબંદર મત્સ્યઉદ્યોગના નિયમાકે માછીમારોએ જરૂરી સૂચનો આપ્યા

પોરબંદર: પહલગામ આતંકી હુમલામાં નિર્દોષ પ્રવાસીઓના મોત નિપજાવનાર પાકિસ્તાની આતંકીઓ અને તેમના આકાઓને ઘરમાં ઘુસી ભારતીય સેના દ્વારા જડબાતોડ જવાબ આપી અનેક આતંકીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. ભારતીય સેના દ્વારા કરવામાં આવેલ આ સરાહનીય કાર્યવાહી બાદ, જો પાકિસ્તાન ભારત વિરોધી કોઈ પણ હરકત કરશે તો, જડબાતોડ જવાબ આપવા ભારત તૈયાર છે, ત્યારે દરિયામાં માછીમારી માટે જતા માછીમારોને બોટ માલિકોને એલર્ટ રહેવા બોટ એસોસિએશન તથા ફિશરીઝ વિભાગ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે.
દરિયામાં માછીમારી માટે જતા માછીમારોને પણ એલર્ટ રહેવા માટે પોરબંદર બોટ એસોસિએશન દ્વારા સૂચના આપવામાં આવી છે. તમામ માછીમારોને સૂચના અપાઈ છે કે, દરિયામાં કોઈપણ પ્રકારની સંદિગ્ધ ગતિવિધિઓ જણાય તો તાત્કાલિક સુરક્ષા એજન્સીઓનો સંપર્ક સાધે. સાથે કોઈપણ શંકાસ્પદ વોટ્સએપ કોલ આવે, તો આવા કોલ રીસીવ ન કરવા અને આ અંગે સુરક્ષા એજન્સીઓને જણાવવા પણ સૂચના આપવામાં આવી છે.
પોરબંદર માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશ પાંજરીએ જણાવ્યું કે, ગઈકાલે ભારતીય સેનાએ પાકિસ્તાન પર કરેલી એર સ્ટ્રાઈક બાદ, અમે અમારા માછીમારોને IMBL(International Maritime Boundary Line)નજીક જતા નહીં, અને દરિયામાં તમને કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો, તાત્કાલિક ધોરણે ભારતીય એજન્સીઓ અથવા બોટ એસોસિએશનને જાણ કરવી, આ પરિસ્થિતિમાં આપણે સૈન્યના આંખ અને કાન બનીને કામ કરવાનું છે. વધુમાં તેઓએ જણાવ્યું કે, થોડા દિવસ પહેલા માછીમારોને અજાણ્યા વોટ્સએપ કોલ્સ આવ્યા હતા. જોકે માછીમારો પહેલાથી જાગૃત હતા અને બોટમાં ટ્રાન્સપોન્ડર સેટ હોવાને કારણે વધુ માહિતી મેળવી શેર થઈ નથી. માટે આ વખતે પણ આ બાબતે તમામ માછીમારોને ધ્યાન રાખવા જણાવાયું છે.
(6:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
