તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 8th May 2025
મોરબીમાં પોણો ઈંચ વરસાદઃ વીજળી રાબેતા મુજબ ગુલ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૮: મોરબી જિલ્લાના અનેક વિસ્તારોમાં બુધવારે સાંજે ફરી વરસાદી વાતાવરણ સર્જાયું છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં આજે ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. સરકારી ચોપડે નોંધાયેલ વરસાદ મુજબ મોરબીમાં ૧૬ મિમી એટલે કે પોણો ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે માળિયામાં ૧૦ મિમી અને ટંકારામાં ૬ મિમી વરસાદ નોંધાયો છે.
આ સાથે જ મોરબી થોડા છાંટા પડે ને વીજળી ગુલ થઇ જાય તેવી રીતેજ ગઈકાલે માત્ર ૧૬ મિમિ વરસાદના પગલે વીજળી ગુલ થઇ હતી અને કલાકો બાદ પૂર્વવત કરવામાં આવી હતી. અને મોરબી નહેરૂ ગેઇટ વિજઓફિસ દ્વારા જયારે પણ વીજળી શહેરી વિસ્તારમાં જાય કે તરત ઓફિસનો ફોનનું રિસીવર નીચે મુકી દેવામાં આવે છે. આવુ ઘણા વર્ષોથી ચાલે છે. લોકો કયારે પાવર આવશે તેવુ પુછવા સતત ફોન કર્યા કરે.. સામેથી કેસેટ વાગ્યા કરે આવી અંધેરશાહી છે મોરબીના વિજતંત્રમાં.
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
