<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th May 2025

મોરબીમાં લોકોએ બ્‍લેક આઉટનો અમલ કરી એકતા સાથે દેશપ્રેમનો સંદેશ આપ્‍યો

 

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૮: પાકિસ્‍તાન સાથે યુદ્ધની સંભવતઃ સ્‍થિતિને પગલે મોરબી જિલ્લામાં બ્‍લેક આઉટ સર્જવામાં આવ્‍યો છે. રાત્રે ૭:૪૫ કલાકે સાયરન સાથે બ્‍લેક આઉટ શરૂ થયો હતો. મોટાભાગના વિસ્‍તારોમાં અંધારપટ્ટ સર્જાયો હતો.

મંગળવારની મોડી રાત્રીના ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્‍તાન ઉપર એરસ્‍ટ્રાઈક કરવામાં આવી હતી. જેમાં આતંકીઓના અનેક ઠેકાણાઓ તોડી પાડવામાં આવ્‍યા છે. વળતા જવાબમાં પાકિસ્‍તાન દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે તો કઈ રીતે બચાવ કરી શકાય તેના ભાગરૂપે સરકાર દ્વારા અગાઉથી જ મોકડ્રિલ અને બ્‍લેક આઉટની જાહેરાત કરી દેવામાં આવી હતી.

જે અંતર્ગત મોરબી જિલ્લામાં બુધવારે ૭:૪૫થી સાયરન વગાડી બ્‍લેક આઉટ શરૂ કરી દેવામાં આવ્‍યો હતો. મોટાભાગના વિસ્‍તારોમાં લોકોએ સ્‍વયંભૂ લાઈટો બંધ કરી બ્‍લેક આઉટને સમર્થન આપ્‍યું હતુ. અને મોરબીમાં અંધારપટ્ટ સર્જાયો હતો.

ઉલ્લેખનીય છે કે આ બ્‍લેક આઉટ ૮:૩૦ સુધી રાખવામાં આવનાર છે. અને આ અંધારપટથી ૧૯૭૧ના યુદ્ધની યાદો તાજી થઇ હતી.

(1:06 PM IST)