<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th May 2025

બીજા દિવસે પણ જુનાગઢ સહિત સોરઠમાં કમોસમી વરસાદી માહોલ

થાણા પીપળી ગામે ઝાડ પડતા ૧૩ વર્ષની બાળકીનું મોત :બુધવારની આંધીથી હોર્ડીંગ, પતરા ઉડ્‍યા હતા, ખેતરોમાં પાણી ભરાયા અનેક વૃક્ષો જમીનદોસ્‍ત થયા

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૮: બુધવારે આંધી સાથે થયેલા તોફાની વરસાદ બાદ આજે પણ સતત બીજા દિવસે જુનાગઢ સહિત સોરઠમાં કમોસમી વરસાદનો માહોલ પ્રવર્તે છે જેથી આજે પણ બપોર બાદ મેઘ સવારી આવી પહોંચે તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

બુધવારે જુનાગઢ સહિત સમગ્ર જિલ્લામાં બપોરે ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો. જુનાગઢ શહેરમાં માત્ર અડધા કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસતા લોકો બાનમાં મુકાઈ ગયા હતા. તોફાની પવનથી શહેરના વણઝારી ચોક પ્રવેશદ્વાર પરનો ગેટ પડી ગયો હતો. ગીરનાર પર્વત ક્ષેત્રમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસતા કાળવામાં પાણી આવ્‍યું હતું.

જુનાગઢ પાસેના બિલખા નવાગામ માંડણપરા ચોરવાડી સહિતના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં સાંજના ચાર વાગ્‍યા સુધીમાં પાંચ છ ઇંચ ધોધમાર વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. રસ્‍તા પરથી નદી વહેતી હોય એવા દ્રશ્‍યો સર્જાયા હતા.

તોફાની પવનના કારણે અને વળક્ષો જમીનદોસ્‍ત થઈ ગયા હતા સાથે સાથે વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. વંથલી તાલુકાના થાણાપીપળી ગામે વાડીએ ઝાડ પડતા ક્રિયા વિપુલભાઈ જાદવ નામની ૧૩ વર્ષની બાળકીનું મળત્‍યુ નીપજ્‍યું હતું.

દરમિયાન બુધવારના વરસાદથી સવારના લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં સવારે ગરમી ઘટીને ૨૦.૯ ડિગ્રી નોંધાઈ હતી, જ્‍યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૫% અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૯ કિલોમીટરની રહી હતી. સવારથી આકાશ વાદળોથી ઘેરાયેલું હોવાથી ગઈકાલની જેમ પણ આજે વરસાદ થવાની શકયતા જોવા મળી રહી છે.

(1:02 PM IST)