<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th May 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વિચિત્ર હવામાનઃ સવારે ઝાકળ, બપોરે ગરમી, સાંજે વરસાદ

આજે વહેલી સવારે શિયાળા જેવુ વાતાવરણ છવાઇ ગયુઃ એક જ દિવસમાં ત્રણ ઋતુનો અનુભવ

પ્રથમ તસ્‍વીરમાં જુનાગઢ, બીજી તસ્‍વીરમાં જામનગર, ત્રીજી તસ્‍વીરમાં ફલ્લામાં પડેલ વરસાદ તથા ચોથી તસ્‍વીરમાં રાજકોટમાં ઝાકળવર્ષા નજરે પડે છે.

રાજકોટ તા. ૮ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વિચિત્ર વાતાવરણનો આજે એકજ દિવસમાં અનુભવ થયો છે. આજે સવારે ઝાકળવર્ષા થતા શિયાળા જેવા વાતાવરણનો અનુભવ થયો હતો.

જો કે બપોરે ગરમી પડે છે. અને સાંજના સમયે વરસાદ વરસી જાય છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન રર.પ, મહત્તમ તાપમાન ૩પ.પ, ભેજનું પ્રમાણ ૮૯ ટકા, પવનની ગતિ કિ. મી. રહી હતી.

છેલ્‍લા ર૪ કલાકમાં જામજોધપુરમાં ર ઇંચ, જામનગરમાં પોણો ઇંચ તથા ધ્રોલ અને લાલપુરમાં ઝાપટા પડયા છે.

ફલ્લા

(મુકેશ વરીયા દ્વારા) ફલ્લા : જામનગર તાલુકાના ફલ્લા ગામે આજે સાંજે પાંચ કલાકો જોરદાર પવન સાથે વરસાદનું જોરદાર ઝાપટું પડયું હતું. રસ્‍તા પર પાણી ચાલી નીકળ્‍યા હતાં. માવઠાને પગલે ખેતરમાં  ઉભેલા તલનાં પાકને નુકશાન પહોંચ્‍યું હતું.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ :.. જુનાગઢ શહેરમાં કાલે બપોર બાદ વરસાદી માહોલ સાથે પવનના સૂસવાટા સાથે વરસાદ વરસ્‍યો હતો. આ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તથા રસ્‍તા ઉપર પાણી ફરી વળ્‍યા હતાં.

(12:28 PM IST)