News of Thursday, 8th May 2025
કાલે ફરી નવુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દસ્તક દેશે
મજબુત સાવંત્રિક પ્રિમોન્સુન એકટીવીટી આશ્ચર્ય સર્જે છે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર , તા., ૮: ભારતીય હવામાન વિભાગ મુજબ આવતીકાલે ફરી ઉતરના રાજયો પર નવુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (ડબલ્યુ.ડી.) દસ્તક દેશે. ઓણસાલની પ્રીમોન્સુન ગતિવિધિઓ ઘણી મજબુત અને વળી સાર્વત્રીકની સાથે સાથે તોફાની-કરા અને હેવી રેઇન સાથેની જોવા મળી રહી છે. જે આヘર્ય સભર છે. સુર્યના પ્રખર તાપવાળા આકરા કિરણોથી દેશની આસપાસના સમુદ્રોની સપાટી વધુ ગરમ થઇ રહી છે. જેને કારણે પ્રિમોન્સુન એકટીવીટીમાં વરસાદનું વધુ પ્રમાણ તથા કરા સાથેના તોફાની પવનો સભરનો વરસાદ જયાં ત્યાં જોવા મળી રહયો છે. અહી સમુદ્રોની ભેજવાળી હવાઓની સાથે સતત આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વરસાદી વાદળો પણ સમ્મલીત થઇ પ્રીમોન્સુન એકટીવીટી મોન્સુન જેવી મજબુત બને છે.
સામાન્ય રીતે આ સમયે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની દિશા હિમાલય અર્થાત જમ્મુ-કાશ્મીરથી ઉંચે જતા હોઇ આપણને ડિસ્ટર્બ નથી કરતા હોતા પણ આ વેળાએ પણ આヘર્ય સર્જે છે.
ગુજરાતમાં ગરમીમાં હજુ સપ્તાહ સુધી રાહત રહેશે તેમ આઇ.એમ.ડી.ના ફોરકાસ્ટ મેપ્સ અને અન્ય ગુજરાત માટેની ફોરકાસ્ટમાં જોવા મળે છે. (૪.૧૦)
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
