તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 8th May 2025
દેવભુમી દ્વારકા જીલ્લામાં મે મહિનાના પ્રારંભે ભારે વરસાદ રેકોર્ડ બ્રેક
દ્વારકા સિવાયના ભાણવડ, ખંભાળીયા, કલ્યાણપુર તાલુકામાં સર્વત્ર વરસાદથી પાકને નુકશાન

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૮: દ્વારકા સિવાયના ત્રણ તાલુકામાં વ્યાપક વરસાદ પડયો હતો.
કાલે સાંજે પાંચેક વાગ્યાથી વાતાવરણમાં પલ્ટો આવતા પવન સાથે આકાશમાં કાળા વાદળો છવાયા હતા. તથા દ્વારકા જીલ્લાના ભાણવડમાંથી વરસાદની શરૂઆત થઇ હતી. માત્ર પોણા કલાકમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ પડતા સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું. તથા ભારે વરસાદથી રસ્તા પર પાણી ચાલતા થઇ ગયા હતા. તો ભારે ઉકળાટની સ્થિતિ વચ્ચે ઓચિંતો વરસાદ આવતા નાના બાળકો તો ઠીક પણ મોટેરા પણ નાહવા લાગ્યા હતા. ખંભાળીયામાં તથા કલ્યાણપુરમાં પણ અનુક્રમે દોઢ તથા સવા ઇંચ વરસાદ પડયો ત્યારે ખંભાળીયામાં કંઇ ન હતું. તે પછી અડધા કલાકે ધોધમાર આવ્યો હતો. ખંભાળીયા, ભાણવડ તથા ખંભાળીયા જામનગર તથા સલાયા રોડ પરના ગામોમાં પણ વ્યાપક વરસાદ પડયો હતો. વરસાદથી અનેક ગામોમાં ખેડુતોના ઘાસચારા પલળી ગયા હતા.
સામાન્ય રીતે જુન માસમાં મધ્યમાં વરસાદ આવતો હોય આ વખતે ૭મી મેના એક સવા માસ પહેલા જ વરસાદ આવતા કંટ્રોલરૂમ વહેલો શરૂ કરી દેવાયો છે.
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
