<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th May 2025

જાહેર સલામતીને સુનિશ્ચિતિ કરવા દ્વારકામાં ઓપરેશન અભ્‍યાસ અન્‍વયે મોકડ્રીલ યોજાઈ

દ્વારકાધીશ મંદિરે એર વોનિર્ંંગ સાથે સાઈરન રણકયુ

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા., ૮ : ભારત સરકારની સૂચના અનુસાર અને રાજ્‍ય સરકારના માર્ગદર્શનમાં ઓપરેશન અભ્‍યાસ અંતર્ગત દ્વારકાધીશ મંદિર તથા આસપાસના વિસ્‍તારમાં મોકડ્રીલ યોજાયેલ જેમાં જિલ્લા કન્‍ટ્રોલ રૂમ દ્વારા સાંજે ૪.૦૧ કલાકે આવનારી એર રેડ બાબતે ટેલીફોનીક ર્વોનિંગ મેસેજ આપવામાં આવેલ જેના આધારે મંદિરમાં ઉપલબ્‍ધ સાઉન્‍ડ સીસ્‍ટમ અને નગરપાલીકાની સાઉન્‍ડ સીસ્‍ટમ દ્વારા એર ર્વોનિંગના સાઈરન રણકી ઉઠયા હતા. સાથે સાથે પોલીસની તેમજ લોકલ અવેલેબલ સાઈરન વગાડી લોકોને જાગળત કરવામાં આવેલ. અને સલામત સ્‍થળે ખસી જવા જણાવવામાં આવેલ. મોકડ્રીલ દરમ્‍યાન સોની સમાજ વાડીમાં આગ લાગવાની ઘટના અને બિલ્‍ડીંગ ડેમેજની ઘટનાના રીપોર્ટને આધારે ફાયર બ્રીગેડને કરાયેલ જાણ બાદ તેઓ દ્વારા સત્‍વરે ઘટનાસ્‍થળે પહોંચી સર્ચ અને રેસ્‍કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્‍યું હતું. ઓપરેશન બાદ જે લોકો કેઝયુઅલ તથા ઈન્‍જર્ડ થયેલ તેઓને એમ્‍બ્‍યુલન્‍સ અને પોલીસ એસ્‍કોર્ટમાં નજીકની હોસ્‍પીટલે ખસેડવામાં આવેલ. મંદિર આજુબાજુ દર્શનાર્થીઓને પણ સલામત જગ્‍યાએ ખસેડવામાં આવેલ. (તસ્‍વીરઃ દિપેશ સામાણી-દ્વારકા) (૪.૭)

(11:57 AM IST)