<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th May 2025

જામનગર જિલ્લામાં ધોરણ ૧૦ (એસ.એસ.સી) નું ૮૫.૫૫ ટકા પરિણામ

એ-૧માં ૮૭૩ અને એ.-૨ માં ૨૧૮૭ તેમજ બી-૧ માં ૨૭૫૦ વિધાર્થી ઉત્તીર્ણ થયા

 (મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૮ :  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ- ગાંધીનગર દ્વારા લેવામાં આવેલી ધોરણ ૧૦ ની પરીક્ષામાં જામનગર જિલ્લામાં ૧૪,૭૯૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જે પૈકી ૧૪,૫૫૭ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા અને  ૮૫, ૫૫ ટકા પરિણામ આવ્યું છે.

 જેમાં એ.-૧ માં ૮૭૩ વિદ્યાર્થી જ્યારે એ. -૨ માં ૨૧૮૭ વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા છે. ઉપરાંત બી.-૧ માં ૨૭૫૦, જ્યારે બી-૨ માં ૧૧૦૦, સી. -૧ માં ૨૫૫૨  અને સી.-૨ માં ૧૧૦૦, જ્યારે ડી માં ૭૦ વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા છે.

(1:23 PM IST)