<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th May 2025

સાયલાના ઢાકણીયા ગામમાં મહિલાએ ગળાફાંસો ખાધોઃ પતિએ જીવ બચાવ્‍યો

રાજકોટ તા. ૮: સાયલાના ઢાકણીયા ગામે રહેતાં  મહિલાએ ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં.

ઢાકણીયા રહેતાં કૈલાસબા જીતુભા ગઢવી (ઉ.વ.૪૭) નામના મહિલાએ રાતે સાડા અગિયારેક વાગ્‍યે ઘરે દોરીથી ગળાફાંસો ખાઇ લેવાનો પ્રયાસ કરતાં પતિ જાગી જતાં તેમણે બચાવી લીધા હતાં. ચોટીલા સારવાર અપાવી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે સાયલા પોલીસને જાણ કરી હતી. કૈલાસબાને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ પશુપાલન અને ખેતી કરી ગુજરાન ચલાવે છે. માનસ્‍કિ અસ્‍વસ્‍થતાને કારણે તેમણે આવુ કર્યાનું જણાવાયું હતું. સારવાર બાદ રજા અપાઇ હતી. (૧૪.૫)

(11:15 AM IST)