<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th May 2025

મોરબીના નવા બસ સ્‍ટેન્‍ડમાં મોકડ્રિલ યોજાઈ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા.૮: ભારતે પાકિસ્‍તાનના અનેક આતંકી ઠેકાણા ઉપર એરસ્‍ટ્રાઈક કરી હોવાથી સંભવતઃ યુદ્ધની પરિસ્‍થિતિ ઉદભવી છે. જેના માટે કેન્‍દ્ર સરકાર દ્વારા અગાઉથી જ આજે મોકડ્રિલ અને બ્‍લેક આઉટ યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. જે અન્‍વયે આજે મોરબીના નવા બસ સ્‍ટેન્‍ડ ખાતે મોકડ્રિલ યોજવામાં આવી હતી. જેમાં પાકિસ્‍તાનની વાયુ સેના દ્વારા બસ સ્‍ટેન્‍ડ ઉપર હુમલો કરવામાં આવતા એક દીવાલ ધરાશાયી થતા અનેક લોકો ઈજાગ્રસ્‍ત થયા હોય તેવી ઘટનાનું રિહર્સલ કરવામાં આવ્‍યું હતું.

જો કે આ મોકડ્રિલમાં એક ૧૦૮ સમયસર પહોંચી ગઈ હતી અને તુરંત જ ઘાયલોને સારવાર અર્થે ખસેડયા હતા. અન્‍ય ૧૦૮ ૫થી ૭ મિનિટમાં પોહચી હતી. આ મોકડ્રિલમાં ફાયર, ૧૦૮, માર્ગ મકાન વિભાગ, મહાપાલિકા, આરટીઓ, ટ્રાફિક પોલીસ, એ ડિવિઝન પોલીસ સહિતના વિભાગો જોડાયા હતા.

(10:28 AM IST)