<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th May 2025

સાવરકુંડલા : કાલે ગૌસ્‍વામી સમાજની મહિલાઓનો મેગા રસોઈ શો યોજાશે

જગતગુરૂ, અખાડા પરિષદના રાષ્‍ટ્રીય ઉપાધ્‍યક્ષ, મહામંડલેશ્‍વરો, કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્‍વરો ઉપસ્‍થિત રહેશે

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૬: ભાવનગર લોડસ હોટલ ખાતે આગામી તારીખ ૦૭/૦૫ ને બુધવારે સાંજે ૫ થી ૯ વાગ્‍યા સુધી શ્રીમહા ગુજરાત દશનામ ગોસ્‍વામી મહામંડળ મહિલા પાંખ આયોજીત સમગ્ર ગુજરાતમાં વસ્‍તા દશનામ ગોસ્‍વામી સમાજ ની મહિલાઓ માટે મેગા રસોઈ નું આયોજન કરવામાં આવ્‍યું છે જેમાં સમગ્ર ગુજરાત માંથી મોટી સંખ્‍યામાં બહેનો ભાગ લેશે આ રસોઈ શો માં સંતો મહંતો શ્રીમહંત ઈન્‍દ્રભારથીજી મહારાજ પંચ દશનામ જુના અખાડા રાષ્‍ટ્રીય ઉપાદયક્ષ રુદ્રેશ્વર જાગીર આશ્રમ ઘાટવડ, પૂજ્‍ય મહેન્‍દ્રાનંદગીરીજી મહારાજ જગતગુરૂ ગર્ગાચાર્ય પીઠ અનંત વિભુષીત મહામંડલેશ્વર મુચકુંદ ગુફા જુનાગઢ, અનંતવિભુષીત આચાર્ય મહામંડલેશ્વર પૂજ્‍ય લક્ષ્મીનારાયણ ત્રિપાઠીજી કિન્નર અખાડા, અનંત વિભુષીત પૂજ્‍ય મહામંડલેશ્વર જયઅંબાનંદગીરી માં હિંગળાજ આશ્રમ રાજસ્‍થળી ગીર, સુપ્રસીધ્‍ધ શીવકથાકાર જસુભારથી બાપુ ચોગઠ સહિતના સંતો મહંતો ઉપસ્‍થિત રહી આશિવર્ચન પાઠવશે તેમજ મમતાબેન મહેન્‍દ્રગીરી ગોસ્‍વામી શ્રીમહા ગુજરાત દશનામ ગોસ્‍વામી મહામંડળ મહિલા પાંખ અધ્‍યક્ષ, મહામંત્રી ઉષાબેન ગોસ્‍વામી, સહિતના સમગ્ર ભારતભર માંથી મહિલાઓ ઉપસ્‍થિત રહેશે આતકે કળષ્‍ણગીરી ગોસ્‍વામી કાનાભાઈ લીંબડી, ડોક્‍ટર કલ્‍પેશ ગીરી શિહોર, અમીતગીરી સાવરકુંડલા, જનકગીરી ધારી, હરેશપરી સાંઢીડા મહાદેવ, ચેતનપુરી બાપુ રાજપરા ખોડીયાર, પ્રકાશગીરી પ્રમુખ દશનામ ગોસ્‍વામી પ્રગતિ સાવરકુંડલા, ધર્મેન્‍દ્રગીરી અમરેલી સહીત દશનામ ગોસ્‍વામી સમાજના અગ્રણીઓ ભાઈઓ બહેનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેશે

(2:08 PM IST)