News of Tuesday, 6th May 2025
ગીર સોમનાથમાં એક હજાર કરોડથી વધુ ગૌચર, સરકારી, ગેરકાયદેસર જમીનો ખાલી કરાવનારા પ૦૦ કરોડથી વધુ ખનીજનો દંડ ફટકારનાર જીલ્લા કલેકટરની બદલી
રાજય સરકાર દ્વારા ૧૮ જેટલા અધિકારીઓની બદલી કરાતા અનેક ચર્ચાઓ થઇ રહેલ છે

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા. ૬: ગીર સોમનાથ જીલ્લામા ઐતિહાસીક કહી શકાય તવા બાંધકામો તોડાયેલ છે તેમાં એક હજાર કરોડ થી વધારેની અનેક જમીનો ખાલી કરાવેલ છે ૫૦૦ કરોડ થી વધુ ખનીજ નો દંડ ફટકારેલ છે તેવા કલેકટર ની ગાંધીનગર માં બદલી કરાતા જાહેર માં અનેક આક્ષેપો થઈ રહેલ છે.ગીર સોમનાથ જીલ્લા માં જીલ્લા કલેકટર કાયદા માં રહીને અનેક નેતાઓ,આગેવાનો,માફીયાઓ, ખનીજ, સસ્તા અનાજ ચોરો સહિત અનેક સામે કડક હાથે કામગીરી કરતા જીલ્લા સહીત રાજય અને ભારતમાં નામના મેળવેલ હતી તેવા દિગવિજયસિંહ જાડેજાએ અનેક ને નતમસ્તક થઈને બદલી કરેલ છે આ જીલ્લા માં વર્ષોની પરંપરા મુજબ ગેરકાયદેસર પ્રવળતિ કૌભાંડીઓ હાવી થઈ જશે જીલ્લામાં ગૌચર, સરકારી, ગેરકાયદેસર તેમજ અનેક કબ્જાઓ ધરાવતી એક હજાર કરોડ થી વધારે ની જમીનો ખાલી કરાવેલ છે રેતી, પથ્થર, લાઈમ સ્ટોન સહિત બ્લેકટ્રીપ ખનીજ ચોરી થતી હોય ત્યાં ૫૦૦ કરોડ થી વધારે નો દંડ ફટકારી સરકારી તીજોરી છલકાવી દીધેલ છે રાજય સરકાર દ્વારા ૧૨ ગામોનો સમાવેશ કરી સુડા ની પ્રકીયા હાથ ધરાયેલ છે તેમજ સોમનાથ પ્રભાસપાટણ માં મંદિર ની સામે કાયદેસર રીતે માલીકોના બનેલા બાંધકામો હટાવવા માટે રાજય સરકારે ૩૦૦૦ કરોડ નો પ્રોજેકટ આરંભ કરવાનું ચાલુ કરેલ તેની કામગીરી ટુંક સમય માં થવાની છે ત્યારે અચાનક બદલી સજાના રૂપ માં કરી દેતા આખા જીલ્લિામાં લાખો પ્રજાજનોમાં આશ્ર્ચય થયેલ છે આ વિસ્તારમાં કલેકટર દ્વારા કાયદાનું શાસન આવેલ હોય જેથી સામાન્ય લોકો ખુશ હતા પણ સરકાર ની નીતી થી અનેક ગેરકાયદેસર પ્રવળતિ કરનારાઓ હાવી થઈ જાય છે બીજી બાજુ આધારભુત રીતે જાણવા મળેલ છેકે પ્રભાસપાટણ શંખ સર્કલ કોડીનાર ગોહીલ ની ખાણ માં બાંધકામો તોડાતા તેમજ સોમનાથ ટ્રસ્ટ ના વહીવટ માં વિક્ષેપ થતો હોય જેની ફરીયાદો પણ ગાંધીનગર કમલમ સુધી પહોચતા આ બદલી કારણભુત હોય શકે તેવું જાણકારો કંઈ રહ્યા છે
(1:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
