<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th May 2025

વાંકાનેરમાં ગાજવીજ સાથે તોફાની ઝાપટુ વરસ્‍યું : સવારથી આભ ગોરંભાયું

 

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા., ૬ : વાંકાનેર પંથકમાં મોડી રાત્રે દિવસભરની સખત ગરમી બાદ અચાનક વાતાવરણમાં પલ્‍ટો આવવાની સાથે મીની વાવાઝોડા જેવા વેગીલા પવનો અને ડરામણી ભારે ગાજવીજ સાથે ઝાપટુ વરસ્‍યું હતું.

આજ સવારથી ફરી આભ ગોરંભાયુ છે. વાતાવરણમાં ઠંડક પ્રસરેલી છે. ફરી વરસાદ તુટી પડે તેવું વાતાવરણ જોવા મળી રહયું છે.

હળવા ત્રુટક છાંટાઓ વરસી રહયા છે. રાત્રે પલ્‍ટાયેલા વાતાવરણથી વિજ સપ્‍લાય થોડા સમય માટે ખોરવાઇ હતી. લોકોમાં ચર્ચાઇ રહયું છે કે મે માસના પ્રારંભે આવુ જોરદાર તોફાની વાવાઝોડા જેવુ માવઠુ પ્રથમ વખત જોવા મળ્‍યું છે. વાંકાનેરના સિંધાવદર  ગામ આસપાસ ભારે વરસાદના સમાચાર મળે છે.

(11:45 AM IST)