<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th May 2025

બગસરામાં લાઇટ રીપેરીંગ વખતે થાંભલેથી પટકાતાં યુવાનને ઇજા

રાજકોટ તા. ૬: બગસરાના નટવરનગરમાં રહેતો મહેન્‍દ્ર નટવરભાઇ પરમાર (ઉ.વ.૨૧) નામનો મુળ પંચમહાલનો યુવાન પીજીવીસીએલમાં કોન્‍ટ્રાક્‍ટ બેઝમાં કામ કરતો હોઇ સાંજે બગસરાના હામાપુર ગામે પુનાભાઇની વાડીએ લાઇટ રિેપર કરતી વખતે વિજ થાંભલા પરથી લપસી પડતાં ગંભીર ઇજા થતાં બગસરા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં  હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે બગસરા પોલીસને જાણ કરી હતી.

(11:18 AM IST)