<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

જુનાગઢમાં ધારાગઢ વિસ્‍તારમાં માથાભારે ગુન્‍હેગારોએ કરેલ દબાણ ઉપર બુલડોઝર ફરી વળ્‍યુ

એ ડિવીઝન પોલીસ ટીમ દ્વારા કાર્યવાહી

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૧: તાજેતરમાં કેન્‍દ્ર તથા રાજ્‍ય સરકારશ્રી દ્વારા નામદાર કોર્ટની ગાઇડ લાઇન મુજબ દેશ અને રાજ્‍યના શહેરી તથા ગ્રમ્‍ય વિસ્‍તારોમાં ગેરકાયદેસર દબાણો દુર કરવા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવમાં આવતી હોય તે અનુસંધાને જુનગાઢમાં આવેલ પ્રસીધ્‍ધ અને ઐતિહાસિક ગણાતા એવા ઉપરકોટના કિલ્લા પાસે આવેલ ધારાગઢ વિસ્‍તારમાં આશરે ૧૪૦૦ સ્‍કવેર મીટરમાં એ ડિવી. પો.સ્‍ટે. જુનાગઢના લીસ્‍ટેડ બુટલેગર સલીમ ઉર્ફે કાલીયો તથા રફીક ઇસ્‍માઇલ ઉર્ફે બાબુ રીંગા ઉર્ફે રીંગાગ જાતે મકરાણી તથા માથાભારે ત્રણ ઇસમો અને એમ.સી.આર. વાળા સાત ઇસમો સહીતના અન્‍ય ઇસમોએ કરેલ કુલ ૫૯ જેટલા ગેર કાયદેસર દબાણો દુર કરવા આજરોજ વહેલી સવારે જુનાગઢ પોલીસ તેમજ રેવ્‍ઝ સ્‍ટાફ દ્રારા મેગા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ અને સદર કાર્યવાહીમાં કોઇ અન-ઇચ્‍છનીય બનાવ ના બને તે અનુસંધાને, જુનાગઢ રેન્‍જના પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયા તથા આઇ/સી પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા નાઓના માર્ગદર્શન અને સલાહ સુચન અન્‍વયે જુનાગઢ વિભાગ-જુનાગઢના નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્‍યાની આગેવાની હેઠળ જુનાગઢ જીલ્લા પોલીસ વિભાગના કુલ-૦૩ નાયબ પોલીસ અધિક્ષકશ્રીઓ તથા એ ડિવી.પો.સ્‍ટે.ના પો.ઇન્‍સ. શ્રી આર.કે.પરમાર સહીત કુલ-૦૯ પોલીસ ઈન્‍સ્‍પેકટરશ્રીઓ તથા કુલ-૨૮ પોલીસ સબ ઇન્‍સ્‍પેકટરો તથા અન્‍ય કુલ-૩૦૦ જેટલા પોલીસ સ્‍ટાફના ચુસ્‍ત બંદોબસ્‍ત વચ્‍ચે જુનાગઢના કલેકટર શ્રી અનિલ રાણાવસીયા સાહેબ તથા જુનાગઢ પોલીસ વડા શ્રી ભગીરથસીંહ જાડેજા સાહેબની હાજરીમાં જુનાગઢ નગર પાલીકા અને જુનાગઢ પોલીસ દ્વારા સંયુકત મેગા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.

 જુનાગઢ એ ડિવી.પો.સ્‍ટે. જુનાગઢના લીસ્‍ટેડ બુટલેર સલીમ ઉર્ફે કાલીયો તથા રફીક ઇસ્‍માઇલ ઉર્ફે બાબુ ઉર્ફે રીંગા જાતે મકરાણી NDPSનો આરોપી તથા એમ.સી.આર.-સાત ઇસમો તથા માથાભારે ઇસમો-ત્રણ સહીતના અન્‍ય ઇસમોએ કરેલ કુલ ૫૯ જેટલા ગેરકાયદેસર દબાણો દુર કરાયા.

ગેરકાયદેસર દબાણો કુલ જમીન આશરે ૧૪,૦૦૦ સ્‍કવેર મીટર જેની આશરે સ્‍કવેર મીટર દીઠ કિ.રૂ.૩૫,૦૦૦/- લેખે આશરે કુલ કિ.રૂ.૫૦,૦૦,૦૦,૦૦૦/ કરેલ છે.(તસ્‍વીર-મુકેશ વાઘેલાઃ જુનાગઢ)

(2:13 PM IST)