<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

ખંત, ખમીર અને ખુશીની અમીરાત એટલે ગુજરાતઃ સ્‍થાપના દિવસની ઉજવણી

ગુજરાત રાજયનાં સ્‍થાપના દિવસ નિમિતે વિવિધ કાર્યક્રમો સાથે સ્‍વચ્‍છતા અભિયાન યોજાયું

 રાજકોટ તા.૧: આજે તા.૧ મે એટલે ગુજરાત રાજયનો સ્‍થાપના દિવસ આજે સ્‍વચ્‍છતા અભિયાન સહિત અનેક વિધ કાર્યક્રમો રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર કચ્‍છમાં યોજાયા છે.

(ફઝલ ચૌહાણ દ્વારા) સુરેન્‍દ્રનગર/ વઢવાણઃ સુરેન્‍દ્રનગર જિલ્લામાં ‘‘આંતરરાષ્‍ટ્રીય સહકારીતા વર્ર્ષ ૨૦૨૫'' અન્‍વયે તા.૧ મે ના રોજ વિવિધ ધાર્મિક સ્‍થળોએ ‘‘સ્‍વચ્‍છતા અભિયાન'' યોજાશે

આંતરરાષ્‍ટ્રીય સહકારીતા વર્ષ ૨૦૨૫ની ઉજવણી દેશભરમાં થઈ રહી છે ત્‍યારે તા.૦૧ મે ‘‘ગુજરાત સ્‍થાપના દિવસ'' નિમિત્તે સુરેન્‍દ્રનગર જિલ્લામાં ‘‘સ્‍વચ્‍છતા અભિયાન'' યોજાયું હતું.

જેમાં સુરેન્‍દ્રનગર જિલ્લા સહકારી સંઘ દૂધ ઉત્‍પાદક સંઘ લી. તથા ધી સુરેન્‍દ્રનગર ડીસ્‍ટ્રીક કો.ઓ.બેંકના સંયુક્‍ત ઉપક્રમે મુખ્‍ય ધાર્મિક સ્‍થળો ખાતે સફાઈ કરવામાં આવશે. શ્રી મેલડી માતાજીનું મંદીર, નકટીવાવ, મુ. વઢવાણ ખાતે સવારે ૭.૦૦ થી ૯.૦૦ કલાક સુધી સ્‍વચ્‍છતા અભિયાન અંતર્ગત વિશેષ સાફ સફાઈનું આયોજન કરાયું હતું.

મુખ્‍ય કચેરી, સુરેન્‍દ્રનગર શાખા અંતર્ગત રામજીમંદિર, જોરાવરનગર ખાતે, પાટડી શાખા અંતર્ગત પંચનાથ મહાદેવ મંદિર, લીંબડી શાખા ખાતે શક્‍તિમાં મંદિર, વઢવાણ શાખા અંતર્ગત વાઘેશ્વરીમાતા મંદિર, દસાડા શાખા અંતર્ગત જુમ્‍મા મસ્‍જિદ, ધ્રાંગધ્રા શાખા અંતર્ગત શક્‍તિ મંદિર, સાયલા શાખા અંતર્ગત કાશીવિશ્વનાથ મંદિર, ચોટીલા શાખા અંતર્ગત હનુમાનજી મંદિર, લખતર શાખા અંતર્ગત મહાદેવનું મંદિર, મુળી શાખા અંતર્ગત માંડવરાયજીદાદા મંદિર, ચુડા શાખા અંતર્ગત શક્‍તિમાં મંદિર, માલવણ શાખા અંતર્ગત હનુમાનજીદાદા મંદિર, રાજસીતાપુર શાખા અંતર્ગત લાલજી મહારાજની જગ્‍યા, આદરીયાણા શાખા અંતર્ગત વિહોત માતા મંદિર ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. તેમ જિલ્લા રજીસ્‍ટ્રારશ્રી સહકારી મંડળીઓની યાદીમાં જણાવાયું છે.

(11:47 AM IST)