તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th April 2025
આજે ભાવનગરનો જન્મદિન : ૩૦૩ વર્ષમાં મંગલ પ્રવેશ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૩૦: ભાવનગર રાજ્યની સ્થાપના ઈ.સ.૧૭૨૩ માં અક્ષય તળતિયાના શુભઅવસરે તા.૭ મે, ૧૭૨૩ના દિવસે મહારાજા ભાવસિંહજી ગોહિલે ખંભાતની ખાડી કાંઠે સૌ પ્રથમ ગોહિલવંશની રાજધાનીને સિહોરથી ફેરવીને ભાવનગર શહેરનું નવી રાજધાની તરીકે તોરણ બાંધ્યું હતું. હવે આ વર્ષે અક્ષય તળતિયાના પર્વે આ શહેરનો તેની સ્થાપનાના ૩૦૨ વર્ષ પુરા થઇને ૩૦૩માં વર્ષનો આરંભ થશે.
પહેલગામના આતંકી હુમલાને લઇને આ વર્ષે જન્મ દિવસની ઝાકમઝોળ સાથે રંગદર્શી ઉજવણી જે દર વર્ષે થાય છે તે આ વર્ષે બંધ રાખવામાં આવી છે. જો કે લોકો પરંપરાગત રીતે કાલે બુધવારે અખાત્રીજે ઘરે ઘરે તોરણો બાંધી લાપશીના આંધણ મુકી અખાત્રીજની સાથે ભાવનગરની સ્થાપનાની પણ ઉજવણી કરશે.
ભાવનગરની સ્થાપના ઠાકોર ભાવસિંહજી રતન સિંહજી ગોહિલે અખાત્રીજના પરમ પવિત્ર દિવસે અઢી પહોર ચઢે આજનું જે ગોળ બજાર છે ત્યાં થાંભલી રોપી આસોપાલવનું તોરણ બાંધ્યું. પાદર દેવકી તરીકે મેલડી માતાજીનું મંદિર પાદર દેવકી વડવા ખાતે છે. ગ્રામ દેવી તરીકે ભગવતી રૂવાપરી માતાજી પૂર્વ દિશામાં દરિયા કિનારે બેઠા છે. ગોહિલવાડના દેવી તરીકે પૂજ્ય ખોડિયાર માતાજી રાજપરા ગામે બિરાજમાન છે.
ભાવનગરને જન્મદિવસનાં વધામણાં..
તખ્તેશ્વરની કળપાએ શ્વસતું આ શહેર છે !
કળષ્ણકુમારસિંજીનું ગોહિલવાડ ભાવનગર છે,
બોર ને ગંગાજળીયા તળાવોથી છલકતું
અલંગના બંદરે લાંગરેલું ભાવનગર છે!
સરદાર ને ગાંધીની સ્મળતિ છે ક્રેસન્ટમાં
માં ખોડિયારથી સચવાતું ભાવનગર છે,
સાહિત્ય સંસ્કારો શિશુવિહારે સીંચાતા
ઇજનેરી મેડિકલ ભણે ભાવનગર છે,
વિક્ટોરીયાનું લીલું વન પાણીની ટાંકીએ
ઠેકઠેકાણે સર્કલો વાળું ભાવનગર છે,
નગરો અહીં ગાયત્રી શાષાી સુભાષનાં
કેટકેટલા નગરોનું ટોળું ભાવનગર છે,
ભૂંગળા બટેટા ને ચણા મઠના ચટખારા
ગાંઠિયાનું મસમોટું ધામ ભાવનગર છે,
વસો ફરો ભલે દેશ વિદેશના મલકમાં
ભાવનગરીનાં હૈયે ધબકે ભાવનગર છે.
ડો.રાજેશ્રી બોસમીયા
(ડો.વિથ એ ડિફરન્સ)
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
