News of Monday, 28th April 2025
‘શૌર્યભૂમિ' ધંધુકામાં ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય ખાતે ‘સમૂહ-શ્રવણ' વિશેષ કાર્યક્રમ
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓ દ્વારા નિર્દયી હત્યાકાંડમાં પોતાનો જીવ ગુમાવનાર દેશવાસીઓને શ્રધ્ધાસુમન અર્પણ થયાં :ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી મેઘાણીનું પ્રેરક સંયોજન

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓ દ્વારા નિર્દયી હત્યાકાંડમાં પોતાનો જીવ ગુમાવનાર દેશવાસીઓને શ્રધ્ધાસુમન અર્પણ થયાં : ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મળતિ સંસ્થાનના સ્થાપક પિનાકી મેઘાણીનું પ્રેરક સંયોજન
રાજકોટ, તા.૨૮: ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દેશવાસીઓ સાથે આત્મીય સંવાદના અનન્ય અને અનોખા કાર્યર્ક્મ મન કી બાતની ૧૨૧મી કડી અવસરે - શૌર્યભૂમિ ધંધુકા (જિ. અમદાવાદ) સ્થિત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય (ઐતિહાસિક જિલ્લા પંચાયત રેસ્ટ-હાઉસ) ખાતે રાજ્યકક્ષાનો સમૂહ-શ્રવણ વિશેષ કાર્યર્ક્મનું આયોજન કરાયું હતું. જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓ દ્વારા નિર્દયી હત્યાકાંડમાં પોતાનો જીવ ગુમાવનાર ભારતવાસીઓને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યાં હતાં. સદ્ગતોની પુણ્યસ્મળતિમાં વળક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રેરક કાર્યર્ક્મનું સંયોજન રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મળતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી દ્વારા કરવામાં આવ્યું હતું.
રાજકોટ લોકસભા સાંસદ અને ભારત સરકારના પૂર્વ મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા, ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ધંધુકા ધારાસભ્ય કાળુભાઈ ડાભી અને પૂર્વ ધારાસભ્યો ભરતભાઈ પંડ્યા અને લાલજીભાઈ મેર, વઢવાણના પૂર્વ ધારાસભ્ય, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ અને મન કી બાતના પ્રદેશ ઈન્ચાર્જ વર્ષાબેન દોશી, લોકગાયક અને સંસ્કાર ભારતી (ગુજરાત પ્રાંત)ના અધ્યક્ષ અભેસિંહ રાઠોડ, અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ શૈલેષભાઈ દાવડા, પૂર્વ પ્રમુખ અને મન કી બાતના જિલ્લા ઈન્ચાર્જ આર. સી. પટેલ, ધંધુકા નગરપાલિકાના પ્રમુખ પારૂલબેન આદેસરા, ઉપપ્રમુખ ગજરાબેન ચૌહાણ અને કારોબારી ચેરમેન રાજેશભાઈ પરમાર, કાર્યર્ક્મના સંયોજનના સહયોગીઓ સહદેવસિંહ ગોહિલ (ધંધુકા એપીએમસી પૂર્વ ચેરમેન), યુવરાજસિંહ ગોહિલ (તાલુકા ભાજપ પ્રમુખ), નેહલભાઈ શાહ (શહેર ભાજપ પ્રમુખ), ચંદ્રસિંહ ચુડાસમા, ભૂપતસિંહ ચુડાસમા, પ્રદ્યુમનસિંહ ચુડાસમા (ધંધુકા તાલુકા પંચાયત સદસ્ય) અને રમેશભાઈ ચૌહાણ, લોકગાયિકા રાધાબેન વ્યાસ, ધંધુકા એપીએમસી ચેરમેન ચેતનસિંહ ચાવડા, ભાજપના નરેન્દ્રભાઈ દવે (રાણપુર), મયુરભાઈ ડાભી, માધવીબેન દિક્ષીત, સંદીપભાઈ ચૌહાણ, જયેન્દ્રસિંહ ચુડાસમા, પંકજભાઈ પટેલ, અમિતભાઈ દેથલીયા, તુષારભાઈ પરમાર, મયુરધ્વજસિંહ ચુડાસમા, પ્રકાશભાઈ રામી, સહદેવસિંહ ચુડાસમા, માતમભાઈ ગમારા, કિરણભાઈ પરમાર, અમિતભાઈ રાણપુરા, વિજયસિંહ બારડ, વિજયપુરી ગોસ્વામી, બાબુભાઈ ગમારા, જયભાઈ સોમાણી અને શૈલેષભાઈ ધરજીયા, તબીબ ડો. દિલીપસિંહ બારડ, વેપારી આગેવાન રાજેશભાઈ રમેશભાઈ પટેલ, શિક્ષણપ્રજગતમાંથી નારણભાઈ પટેલ અને ડો. ઋતુલકુમાર સુતરીયા, ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ (રાણપુર)ના હરદેવસિંહ રાણા, વિશાલભાઈ રાદડીયા, લલિતભાઈ વ્યાસ, પિયૂષભાઈ વ્યાસ અને વિનોદભાઈ મિષાી સહિત વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓની અને નગરજનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી હતી. યુવાનો અને બહેનોની વિશેષ હાજરી હતી.
સહુએ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય, લીમડો સ્મળતિ સ્થળ અને ચારણપ્રકન્યા વાટિકાની પણ મુલાકાત લીધી હતી. પરશોત્તમભાઈ રૂપાલા અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રેરક વકતવ્ય આપ્યું હતું. લોકગાયક અભેસિંહ રાઠોડે ઝવેરચંદ મેઘાણી રચિત શૌર્ય અને દેશપ્રેમનાં ગીતોનાં હ્રદયસ્પર્શી આસ્વાદ થકી ઉપસ્થિત સહુને ડોલાવી દીધાં હતાં. પિનાકી મેઘાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો હૃદયથી આભાર માન્યો હતો. આલેખન
પિનાકી નાનકભાઈ મેઘાણી ઝવેરચંદ મેઘાણી સ્મળતિ સંસ્થાન (મો.૯૮૨૫૦૨૧૨૭૯)(૨૩.૩)
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
