<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th April 2025

મોરબીમાંથી કાચાકામનો એક કેદી પોલીસને ચકમો આપીને ફરાર

જૂનાગઢ જેલથી મોરબી જેલ ખાતે ટ્રાન્સફર દરમિયાન કાચા કામનો કેદી હરસુખ ઉર્ફે ચૂવી કાળુભાઈ વાઘેલા ફરાર થયો

મોરબીમાંથી કાચાકામનો એક કેદી પોલીસને ચકમો આપીને ફરાર થઈ જતા, ટંકારા પોલીસ મથકે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ જેલથી મોરબી જેલ ખાતે ટ્રાન્સફર દરમિયાન કાચા કામનો કેદી હરસુખ ઉર્ફે ચૂવી કાળુભાઈ વાઘેલા ફરાર થયો હતો

  . જૂનાગઢ પોલીસનું સરકારી વાહન ગરમ થતાં, મોરબી નજીક ખજુરા હોટલ પાર્કિગમાં વાહન રોક્યું હતું. તે દરમિયાન કાચાકામના કેદી હરસુખ એ ટોયલેટ જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જૂનાગઢ પોલીસ જાપ્તા સાથે ટોયલેટ કરવા ગયેલ કેદી, પોલીસનો હાથ છોડાવી ટોયલેટની દિવાલ કૂદી નાસી છૂટ્યો હતો. ટંકારા પોલીસ મથક ખાતે BNS 262 મુજબ ગુનો નોંધી કેદીને પકડવા તજવીજ હાથ ધરાઇ છે.

 


 

(11:31 PM IST)