<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th April 2025

હળવદ નજીક પલાસણના યુવાનની પથ્થરના ઘા મારી હત્યા : જૂના ઝઘડાની અદાવતમાં હત્યા કરનાર આરોપીની ધરપકડ

ગોલાસણ અને પલાસણ વચ્ચે 45 વર્ષીય તળશીભાઈ વિઠ્ઠલપરાની લાશ મળી : પુત્રની ફરિયાદ પર આરોપી ઝાલાભાઇ મુંધવાની ધરપકડ

હળવદ: હળવદ તાલુકાના ગોલાસણ અને પલાસણ ગામ વચ્ચે પલાસણના રહેવાસી 45 વર્ષીય તળશીભાઈ નાગજીભાઈ વિઠ્ઠલપરાની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી. ગામલોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરતાં તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક તળશીભાઈના માથા અને શરીર પર પથ્થરના ઘા મારવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું, જેથી પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.
આ બનાવ અંગે મૃતકના પુત્ર વિજયભાઈ તળશીભાઈ વિઠ્ઠલપરાએ પલાસણ ગામના જ રહેવાસી ઝાલાભાઇ રામાભાઇ મુંધવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપી ઝાલાભાઇને તેમના પિતા સાથે અગાઉ બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ જૂના મનદુઃખનો ખાર રાખીને આરોપીએ ફરિયાદીના પિતા તળશીભાઈને પથ્થર વડે માથાના ભાગે જીવલેણ ઘા મારીને હત્યા કરી હતી. પોલીસે હત્યાના આ ગુનામાં તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી ઝાલાભાઇ રામાભાઇ મુંધવાની ધરપકડ કરી લીધી છે અને આગળની તપાસ હાથ ધરી છે.

 

(1:29 PM IST)