<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th April 2025

ગોંડલ ભયમુક્ત છે, જેની આંખમાં કમળો હોય તેને બધું પીળું જ દેખાયઃ જાડેજા પરિવારના ઘર બહાર પાટીદાર મહિલાઓ ઉમટીઃ ગીતાબાને આપ્‍યું સમર્થન

ભાયાવદર નગરપાલિકા પ્રમુખ રેખાબન શિણોજીયાએ જણાવ્યું કે, પોતાના સ્વાર્થ માટે જ આ ટોળકી નીકળી છે

ગોંડલઃ શહેરમાં અલ્પેશ કથીરિયા સહિતના કેટલાક આગેવાનો વિરોધ પ્રદર્શનમાં પહોંચતા મામલો વધુ ગરમાયો હતો. ધારાસભ્ય ગીતાબા જાડેજાના સમર્થકો પણ મોટી સંખ્યામાં બંગલાની બહાર એકઠા થયા હતા, જેના કારણે તંગદિલીભર્યું વાતાવરણ સર્જાયું હતું. અલ્પેશ કથીરિયા સહિતના આગેવાનો કાળા વાવટા અને બેનરો સાથે ધારાસભ્યના બંગલા બહાર મોટી સંખ્યામાં વિરોધ નોંધાવી રહ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે અલ્પેશ કથીરિયાના રૂટને ડાયવર્ટ કર્યો હતો.

ભાયાવદર નગરપાલિકા પ્રમુખ અને રાજકોટ જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી રેખાબન શિણોજીયાએ જણાવ્યું હતું કે, મારું કહેવાનું એટલું જ છે કે ભૂતકાળની અંદર અમે પણ પાટીદાર સમાજનું આંદોલન કરીને જ એમાંથી ઉદભવીને આવ્યા છીએ. તો અત્યારે જે તે આ ટોળકી આવી છે. પાટીદાર સમાજને ગોંડલની અંદર ગુમરાહ કરવા માટે કે ગોંડલની અંદર આટલી સુખ શાંતિ અને બધા એકી હારે 18 વરણ શાંતિથી જીવે છે. તો એને કેવી રીતના આપણે ગુમરાહ કરીને ગુજરાતની અંદર ગોંડલનું નામ ઓલું કરીએ એ માટે આ ટોળકી આવી છે.

તેમણે ઉમેર્યું હતું કે, ભૂતકાળની અંદર અલ્પેશ કથીરિયા સાથે મે પણ કામ કરેલું છે પાટીદાર સમાજની દીકરી તરીકે. તો પોતાના સ્વાર્થ માટે જ આ ટોળકી નીકળી છે અને પોતાની વાહવાહી કરવા માટે કે કેમ અમારી વાહવાહી થાય. સમાજ પણ હવે જાણી ગયો છે કે કોઈ સમાજ એને બીજો સપોર્ટ કરતો નથી. હોય એવા વિઘ્નસંતોષી બે પાંચ એના ભેગા બાકી કોઈ પાટીદાર સમાજ પણ એની જોડે છે નહીં.

(12:51 PM IST)