તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 27th April 2025
ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરીકોને પકડી પાડવા અંગેની ચેકીંગ ડ્રાઈવ દરમિયાન કામગીરી કરતી ગીર સોમનાથ જિલ્લા પોલીસ

પ્રભાસપાટણ: ગીરસોમનાથ જિલ્લા માં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી તથા અન્ય ભારત બહાર નુ નાગરીકત્વ ધરાવતા ઇસમો ને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે ડ્રાઈવ રાખી કામગીરી કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને,
ઉપરોક્ત ડ્રાઈવ ની કામગીરી દરમ્યાન ગીર સોમનાથ જિલ્લા ના તમામ પો.સ્ટેમાં એલ.સી.બી./એસ.ઓ.જી/ડી સ્ટાફ તથા લોકલ પોલીસ સ્ટાફ દ્વારા અલગ અલગ ટીમો બનાવી જિલ્લાના તમામ પોસ્ટે વિસ્તારમાં પરિણામલક્ષી કામગીરી કરવામાં આવેલ તેમજ આ ડ્રાઈવ દરમિયાન તમામ શંકાસ્પદ જગ્યાઓ કે જ્યાં ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરીકો રહેતા હોય તેવી જગ્યાઓ એ ચેકીંગ કરવામાં આવેલ તેમજ સોની બજાર માં સોનીકામ કરતા કારીગરો, મુસાફરખાના,ફીસીંગ બોટ, કંપનીઓ તથા કારખાનાઓ ચેક કરવામાં આવેલ જેમાં કુલ-૧૬૨ ઇસમો વેસ્ટ બંગાળ ના હોવાનુ જણાઈ આવતા તમામના ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવેલ
પ્રજાજનોને ખાસ અપીલ : કોઈપણ આવા શંકાસ્પદ બાંગ્લાદેશી ઇસમો આપના ધ્યાને આવ્યે થી જિલ્લાના પોલીસ કંટ્રોલ રૂમ અથવા નજીકના પોસ્ટે. ને જાણ કરશો.તસ્વીર દેવાભાઇ રાઠોડ
(12:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
