તા. ૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૧ રવિવાર
News of Saturday, 26th April 2025
મુળી શેખપરના ૬૦ વર્ષના બાજુબા પરમારનો આપઘાત
બિમારીથી કંટાળીને એસિડ પી પગલુ ભર્યુઃ રાજકોટમાં મૃત્યુ

રાજકોટ તા. ૨૬: સુરેન્દ્રનગરના મુળી તાબેના શેખપર ગામે રહેતાં બાજુબા હઠીસંગ પરમાર (ઉ.વ.૬૦) નામના વૃધ્ધાએ ગઇકાલે બપોરે બે વાગ્યા આસપાસ પોતાના ઘરે એસિડ પી લેતાં મુળી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ રાત્રીના મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
આપઘાત કરનારા બાજુબાના પતિ હયાત નથી. સંતાનમા ચાર પુત્રી અને બે પુત્ર છે. તેમને વા, ડાયાબીટીસ સહિતની બિમારીઓ હતી અને હાથની આંગળીમાં ઇજા થયા બાદ ગેંગરીન પણ થઇ ગયું હોઇ બિમારીઓથી કંટાળીને આ પગલુ ભરી લીધાનું સગાએ જણાવ્યું હતું. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, ધર્મેન્દ્રભાઇ, તોૈફિકભાઇ, ભગીરથસિંહે મુળી પોલીસને જાણ કરી હતી.
(12:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
