તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 23rd April 2025
મોરબી ખાતે મેડિકલ કેમ્પનો બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો.

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબી ખાતે ડો હસ્તલેખાબેન (હસ્તી) બેન મહેતા ૧૭૭ માં એક દિવસીય કેમ્પ નું આયોજન સૌજન્ય માતુશ્રી સવિતાબેન તથા પિતાશ્રી આંબાભાઈ પુનિત યાદમા કંડલા બાયપાસ રોડ,સત્કાર સોસાયટી,તુલસી કુંજ એપાર્ટમેન્ટ માં કરવામાં આવ્યું જેમાં ૧૩૫ થી વધુ દર્દીઓએ લાભ લીધો .આ કેમ્પ દર્દીનું વજન સાથે કેસ પેપર દર્શન બેન ત્રિવેદી તેમજ કૌશિકાબેન રાવલે કરેલ ,૭૦ થી વધુ દર્દી નું કેતનભાઈ મહેતાએ બીપી ચેક કર્યું ,૫૦ થી વધુ દર્દીનું બ્લડ સુગર ટેસ્ટ થયું.ત્રણ દિવસ રશ્મિન ભાઈ દેસાઈ દ્વારા દવા આપવામાં આવેલ, જયસુખ ભાઈ ભાલોડીયા દ્વારા સાંધા, વા , હાથ,પગ,કમરના દુખાવામાં પોઇન્ટ ની સારવાર આપેલ,દર્દી ને રાહત નો અનુભવ કરાવેલ.આ કેમ્પ ને સફળ બનાવવા નિશીથ ઝાલરિયા,
અશ્વિનભાઇ કાવર, અનિલભાઈ વાંસદડિયા, બિપીન ભાઈ ઝાલરિયા તેમજ ત્યાંના રહેવાસીઓ ના સુવ્યસ્થિત આયોજન કરવામાં આવ્યું.
(2:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
