તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 23rd April 2025
આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લા મહિલા ટીમની વરણી

મોરબીઃ આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા મહિલા પ્રદેશ પ્રમુખ રેશ્માબેન પટેલનાં માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલની અધ્યક્ષતામાં મોરબી જિલ્લા મહિલા ટીમની મિટીંગનું આયોજન ક૨વામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લા મહિલા પ્રમુખ વર્ષાબેન લીંબડ અને તમામ મહિલા ટીમ હાજર રહ્યા હતાં. આ મિટીંગનાં અંતે મોરબી જિલ્લા મહિલા ટીમની વરણી કરવામાં આવી હતી. જેમાં મહિલા જિલ્લા ઉપપ્રમુખ તરીકે હરપ્રીતબેન રણજીતસિંહ ઓલખની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે મીતલબેન આનંદભાઈ શર્મા અને તેજલબા રાણાને મહિલા મંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે.
(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
