News of Wednesday, 23rd April 2025
રાણાવાવમાં મેગા ડિમોલેશન : બીજા દિવસે વધુ ૮.પ૯ કરોડની કિંમતી જમીન ખુલ્લી કરી

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨૩ : રાણાવાવમાં તંત્ર દ્વારા મેગા ડિમોલીશન હાથ ધરવામાં આવતા ગેરકાયદે દબાણો કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ મેગા ડિમોલીશનમાં બીજા દિવસે વધુ ૮.પ૯ કરોડની સરકારી કિંમતી જમીન ખુલ્લી કરવામાં આવી છે.
રાણાવાવમાં હાઇવે સાઇડ ગઇકાલથી દબાણ હટાવ કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી. શહેરમાં અન્ય સ્થળોએ ગેરકાયદે દબાણના સર્વે બાદ દબાણ કરનારાઓને નોટીસો પાઠવી હતી. છતા સ્વૈચ્છાએ દબાણ નહી દુર કરવામાં આવતા તંત્ર દ્વારા આવા ગેરકાયદે દબાણો ઉપર જેસીબી ફેરવીને પેશકદમી દુર કરી હતી. (૪.૧૯)
(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
