તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૨ મંગળવાર
News of Tuesday, 15th April 2025
ભૂકંપ બાદ બંધ પડેલ ભુજની જૂની જેલમાં આગ લાગતા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ :જુઓ વિડીયો
ભુજ બી ડિવિઝન પોલીસ દ્વારા જપ્ત કરાયેલા વાહનોમાં આગ લાગ્યા બાદ તેનો ધુમાડો ફેલાઈ જતા દોડધામ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૫ : ભુજની જૂની જેલમાં આગ: સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ આ વીડિયો ભૂકંપ બાદ બંધ પડેલ જૂની જેલમાં લાગેલ આગનો છે. પ્રાથમિક માહિતી મુજબ અહીં ભુજ બી ડિવિઝન પોલીસ દ્વારા જપ્ત કરાયેલા વાહનોમાં આગ લાગ્યા બાદ તેનો ધુમાડો ફેલાઈ ગયો હતો. અહીં રહેણાંક વિસ્તાર નજદીક હોઈ લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે,પોલીસ, વહીવટી તંત્ર,નગરપાલિકા, ફાયરફાઇટર આગને કાબૂમાં લેવા ખડેપગે તૈનાત છે. આગનું કારણ હજી જાણવા મળ્યું નથી.
(4:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
