News of Tuesday, 15th April 2025
અમરેલી જિલ્લાના દરિયાકાંઠાના રાજુલા જાફરાબાદના અંતરિયાળ ગામોની કુંવરજીભાઈએ મુલાકાત લીધી
પીવાના પાણી,રોજગારી,વાહન વ્યવહાર અને બીજી સમસ્યાઓ જાણવા અને નિરાકરણ લાવવા કુંવરજીભાઈએ છકડો રીક્ષામાં બેસીને પ્રવાસ કર્યો

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.15 :અમરેલી જિલ્લાના દરિયા કાંઠાના નાના-નાના ગામડાઓમાં શું મુશ્કેલી છે,શું જરૂરિયાત છે તે જાણવા કુરજીભાઈએ આવા અતરીયાળ ગામડાનો પ્રવાસ કર્યો હતો.
રાજુલા અને જાફરાબાદ શહેરમાં નગરપાલિકાના વહીવટ કર્તા અધિકારીઓને સાથે રાખી પીવાના પાણીને પ્રશ્ને ચર્ચાઓ કરી કોઈ જાતની મુશ્કેલી ન પડે તે માટે સૂચના આપી હતી.
શિયાળ બેટમાં વસતા ગ્રામજનોની હોડીમાં બેસી મુલાકાત કરી સમસ્યા જાણી હતી,વિક્ટર બંદર ગામના લોકોની પણ સમસ્યા જાણી હતી.
ત્યારબાદ ચાંચ બંદર જઈ અગરિયા અને ગ્રામજનો સાથે રોજગારીના પ્રશ્ને અને પ્રાથમિક સુવિધાઓની જાણકારી મેળવી હતી ચાંચ બંદર અને વિક્ટર બંદર વચ્ચે બ્રિજ અંગે પણ મહત્વપૂર્ણ ચર્ચાઓ કરી હતી.
આ ઉપરાંત સમઢીયાળા પટવાની મુલાકાત લઇ વહી જતા પાણીને ચાંચ બંદર ખાતે ખેતીલાયક જમીનમાં ડાયવર્ટ કરી ખેતી અને પશુપાલન વ્યવસાય ને પુનર્જીવિત કરવા તેમજ કુવા રિચાર્જ કરવાની પણ મુલાકાત દરમિયાન ચર્ચાઓ કરી હતી.
ઉપરોક્ત પ્રવાસમાં સિંચાઈ,પાણી પુરવઠાના અધિકારીઓ,તાલુકા જિલ્લાના વહીવટી અધિકારીઓ, મામલતદાર,ટીડીઓ તથા પ્રાંત અધિકારીને સાથે રાખી જરૂરી કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
