<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th April 2025

દ્વારકાના બાલાપુર ખાતે ડિમોલિશન દરમિયાન મળેલું મંદિરનું ગુજરાત પોલીસે પુનઃસ્થાપન કર્યું: હર્ષ સંઘવી

મંદિરનું ગુજરાત પોલીસે પુનઃસ્થાપન કર્યું હોવાનું ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા એક્સ પર નોંધ કરીને જાહેર કર્યું

દેવભૂમિ દ્વારકાના બાલાપુર ખાતે ગેરકાયદે બાંધકામ તોડી પાડવા માટે તંત્રે હાથ ધરેલ ડિમોલેશન સમયે એક મંદિર મળી આવ્યું હતું. આ મંદિરનું ગુજરાત પોલીસે પુનઃસ્થાપન કર્યું હોવાનું ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા એક્સ પર નોંધ કરીને જાહેર કર્યું છે. ગુજરાત પોલીસે મંદિરનું રીપેરીંગ કરી પુનઃસ્થાપન કર્યું. દ્વારકામાં વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર પુનઃસ્થાપન કરાયું છે. તેમા એવો દાવો પણ કરાયો છે કે, અતિક્રમણના કારણે મંદિરમાં પૂજા પાઠ બંધ થયા હતા.

 

(6:24 PM IST)