News of Sunday, 13th April 2025
સુરેન્દ્રનગર જીલ્લામાં ખનિજ માફીયા ચેતજો: ફફડાટ
વઢવાણ પ્રાંત અધિકારી ટીમનું ખાણ ખરીદ ચોરી પર ચેકિંગ: 2.70 કરોડનો મુદ્દા માલ જપ્ત

સુરેન્દ્રનગર: ચોટીલા અને થાન સુધીના વિસ્તારમાં ઘણાં વર્ષોથી બેફામ ખનીજ ચોરી થઈ રહી છે. જેમાં ઘણીવાર તંત્ર દ્વારા કર્યવાહી કરી હોવાની ઘટના પણ સામે આવી છે. થોડાક સમય પહેલાં પણ ચોટીલા અને થાન પંથકમાં ખાણ ખનિજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી હતી. એવામાં ચોટીલાના પ્રાંત અધિકારી એચ ટી મકવાણા ખનીજ ચોરી બંધ કરાવવા માટે ખાટલે બેઠા હોય એવો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. જેને લીધે ખનીજ માફિયામાં જબરો ફફડાટ મચી ગયો છે.
થાનગઢના જામવાડિયા અને ભડુલા વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ સંપત્તિનું ખનન બંધ થઈ ગયા બાદ ફરી શરૂ ન થાય તે માટે હવે અડીંગો જમાવીને બેસી ગયા છે. થોડાક દિવસ પહેલા વઢવાણ પ્રાંત અધિકારી ટીમે ખાણ ખરીદ ચોરી પર ચેકિંગ હાથ ધરી રૂપિયા 2.70 કરોડનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો. પ્રાંત અધિકારીની ટીમ વઢવાણ હાઈવે પર ચેકિંગ હાથ ધરીને અલગ અલગ ડમ્પર અટકાવી ચેકિંગ કરતા ઓવરલોડ તેમજ રોયલ્ટી પાસ વગર બ્રેન્ડ પ્રેપ ભરેલી ઝડપી પાડવામાં આવી હતી. પ્રાંત અધિકારીની ટીમે છ ડમ્પર જપ્ત લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એટલં જ નહીં સુરેન્દ્રનગરમાં જે ખેડૂતોના ખેતરોમાં ખનીજ ચોરી ચાલી રહી છે
થાનગઢ અને મૂળી વિસ્તારના જે ગામડાઓની અંદર જે કાર્બોસેલનું અનધિકૃત રીતે જે ખનન થાય છે અને એમાં ખાસ ખાસ કરીને જે સરકારી પડતર જમીનની અંદર અને ખાનગી માલિકીની અંદર આ જે ખનન જે થઈ રહ્યું છે ગેરકાયદેસર એમાં જે સરકારી પડતર જમીનની અંદર થાય છે એને તો અમે આઈડેન્ટીફાય કરીએ છીએ કે આ કોણ હિસાબો કરી રહ્યા છે. સાથે સાથે જે સર્વે નંબરમાં થાય છે ખાનગી માલકીની અંદર જે થાય છે એ જમીનની અંદર આઈડેન્ટીફાય કરવામાં આવેલા છે. એમાં જામવાળી અને ભડુલાની અંદર જે 32 ખાતેદારોને આઈડેન્ટિફાય કરેલા છે અને આજની પણ રેડની અંદર છે લગભગ 10થી 15 ખેડૂતો છે એ ટૂક સમયની અંદર આઈડેન્ટિફા થઈ શકશે.
આ તમામે તમામ ખાતેદારોની સામે એક તો અત્યાર સુધી જેટલું પણ ખનન કર્યું છે એ ખનન માટેનો દંડનીય કાર્યવાહી થશે સાથે સાથે આ બિન ખેતી કરાવેલી નથી અને બિન ખેતીનું કૃત્ય કર્યું છે તો જે તારીખથી બિન ખેતીનું કૃત્ય ચાલુ કર્યું છે તે તારીખથી કરીને આજ દિન સુધીનો જે પણ કોઈ ગુજરાત જમીન મહેસૂલ નિયમો 1972 મુજબ જે દંડ કરવાનો થાય છે એ પણ કરવામાં આવશે. સાથે સાથે જે શરત ભંગ જે થાય છે કે પૂર્વ મંજૂર કલેક્ટરની પૂર્વ મંજૂરી વગર આ જે બિનખેતીનું કૃત્ય કરેલું છે તો શરત ભંગના કેસો ચલાવી અને તેઓની જમીન છે. શ્રી સરકાર દાખલ કરવામાં આવશે એટલે કે ખાલસા કરવામાં આવે.
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
