<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

લોૈકિક ક્રિયામાંથી પરત આવતી વખતે હિતેષનું બાઇક સહિત કારની ઠોકરે ચડી જતાં મોત

જસદણના ઘેલા સોમનાથ નજીક બનાવ બન્‍યોઃ પીપરડીના ૨૫ વર્ષના યુવાને રાજકોટની સિવિલ હોસ્‍પિટલમાં દમ તોડયોઃ પરમાર પરિવારમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૧૦: જસદણના ઘેલા સોમનાથ નજીક પુરપાટ દોડી રહેલી ઇકો કાર એક પરિવારના યુવાન દિકરા માટે મોતનું કારણ બની ગઇ છે. જસદણના પીપરડી ગામે રહેતો પચ્‍ચીસ વર્ષનો યુવાન લોૈકિક ક્રિયા પતાવી બાઇક પર ઘરે જતો હતો ત્‍યારે રસ્‍તામાં બાઇક સહિત કારની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં મોત થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ પીપરડી (આલા ખાચર) ગામે રહેતો હિતેષભાઇ રમેશભાઇ પરમાર (ઉ.વ.૨૫) સાંજે સાડા ચારેક વાગ્‍યે બાઇક હંકારી કનેસરાથી પીપરડી તરફ જતો હતો ત્‍યારે ઘેલા સોમનાથ પાસે પહોંચતા ઇકો કારની ઠોકરે ચડી જતાં બાઇક સહિત ફંગોળાઇ જતાં ગંભીર ઇજા પહોંચી હતી. તેને જસદણ સારવાર માટે ખસેડાયો હતો. ત્‍યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાનું કહેતાં સિવિલ હોસ્‍પિટલમાં લાવવામાં આવ્‍યો હતો. રાતભર ડોક્‍ટરોએ તેની સારવાર કરી હતી. પરંતુસવારે દમ તોડી દેતાં પરિવારજનોમાં કલ્‍પાંત સર્જાયો હતો.

મૃત્‍યુ પામનાર હિતેષભાઇ બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો અને ખેતી કરી ગુજરાન ચલાવતો હતો. તેને સંતાનમાં એક પુત્ર છે. યુવાન આશાસ્‍પદ દિકરાના મોતથી પરમાર પરિવારમાં શોક વ્‍યાપી ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ચંદ્રસિંહ ઝાલા, ભગીરથસિંહ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ બનાવની જાણ જસદણ પોલીસને કરી હતી. (૧૪.૫)

(10:53 AM IST)